અમરેલી

અમરેલી સિવિલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પીએમજેએવાયના કાર્ડનું અને સગર્ભા બહેનોને પોષણ કીટનું વિતરણ કરાયું

રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની તા. ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને સુશાસન સપ્તાહના ત્રીજા દિવસે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને અમરેલી જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે અમરેલી શાન્તાબા ગજેરા સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવની અધ્યક્ષતામાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના સર્વે મહાનુભાવો દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંકલિત બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત સગર્ભા બહેનોને પોષણ કીટનું વિતરણ અને આંગણવાડી કાર્યકરોને ઈનામનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ક્રાયક્રમમાં જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેનના પ્રતિનિધિ શ્રી જીતુભાઈ ડેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એચ. પટેલ, સિવિલ સર્જન શ્રી હરેશ વાળા, પ્રોગ્રામ ઓફિસર સુશ્રી મનીષાબેન બારોટ, શાન્તાબા જનરલ હોસ્પિટલના સર્વે તબીબી અધિકારીશ્રીઓ, વહીવટી તંત્રની અને પંચાયતની વિવિધ શાખાઓના અધિકારી કર્મચારીઓ તેમજ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના સદસ્યશ્રીઓ અને બહોળી સંખ્યામાં લાભાર્થી ભાઈ બહેનો જોડાયા હતા.

Related Posts