અમરેલી

અમરેલી સીટી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સોસીયલ મિડીયામાં વાયરલ થયેલ વિડીયો અન્વયે તત્કાલીક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ*

અમરેલી જીલ્લા પોલીસ અધીક્ષક હિમકર સિંહ નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં દારૂની બદી સદંતર દુર કરવાં પ્રોહીબીશન લગત પ્રવ્રુતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તથા અમરેલી ડીવીઝન નાયબ પોલીસ અધીક્ષક જે.પી.ભંડારી નાઓ દ્વારા અમરેલી ડીવીઝનમાં દારૂની બદી સદંતર દુર કરવા પ્રોહીબીશન લગત પ્રવ્રુત્તી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવાં સુચના તથા માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી શહેરમાં એક ઇસમ નશાની હાલતમાં જાહેર રસ્તામાં લથડીયા ખાતો હોય તેવી હાલતમાં સોસીચલ મિડીયા તથા મીડીયામાં વિડીયો વાયરલ થયેલ હોય જે અન્વયે તત્કાલીક ધોરણે અમરેલી સીટી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.વાઘેલા ની સુચના તથા માર્ગદર્શન હેઠળ આજરોજ અમરેલી સીટી પોલીસ દ્વારા વાયરેલ થયેલ વિડીયોમાં દેખાતા ઇસમની ઓળખ કરી અમરેલી સીટી પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહીબીશન લગત પેટ્રોલીંગ તથા વોચ ગોઠવી મજકુર ઇસમ સંજયભાઇ જીવાભાઇ ખિસડીયા ઉ.વ.૨૫ ધંધો.મજુરી રહે અમરેલી, જેસીંગપરા શેરી નં.૫, તા.જી.અમરેલીવાળાને નશાની હાલતમાં પકડી પાડી ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન લગત કોઇ પ્રવ્રુત્તી જણાય આવે તો અમરેલી શહેરની જનતાને અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ટેલીફોન નં. ૦૨૭૯૨-૨૨૩૫૫૦ ઉપર જાણ કરવા વિનતી છે.

Related Posts