અમરેલી સીટી પો.સ્ટે. વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીની અલગ અલગ જગ્યાએ દરોડા પાડી દેશી દારૂ બનાવવાના આથો તથા દેશી દારૂ જેટલો જથ્થો પકડી પાડ્યો હતો
શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, પોલીસ મહાનિરિક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ-જુગારની બદી દૂર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ‚ દ્વારા અમરેલી જિલ્લામાંથી દારૂની બદી દૂર કરવા પ્રોહીબીશન લગત પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર રેઈડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃત્તિ કરતા ઈસમોને ઝડપી પાડવા શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર શ્રી એચ.કે.મકવાણા, અમરેલી સીટી પોલીસ સ્ટેશનનાઓની સુચના આધારે પોલીસ સબ ઈન્સપેક્ટર પી.વી.સાંખટ દ્વારા પોલીસ સ્ટાફ સાથે નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીની અલગ અલગ જગ્યાએ દરોડા પાડી દેશી દારૂ બનાવવાનો આથાનો ૧૨૫૦ લીટર જેટલો જથ્થો પકડી પાડી સ્થળ પર નાશ કરી તેમજ દેશી દારૂ લીટર ૧૫ અને પકડાયેલ આરોપીઓ વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
*પકડાયેલા આરોપી*
(૧) ડાયબેન વા/ઓ લખમીરભાઈ વિરમભાઈ ગુંગડા, રહે.અમરેલી, સુળીયાટીમ્બા, ચારણવાસ, ઠેબી નદીના કાંઠે,તા.જિ.અમરેલી પકડાયેલ
*પકડાયેલો મુદ્દામાલ*
દેશી દારૂ બનાવવાનો આથો ૭૫૦ લીટર તથા દેશી દારૂ ૧૦ લીટર તથા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો
(ર) દેવકુબેન વા/ઓ જગાભાઈ વેલશીભાઈ પરમાર, રહે.અમરેલી, સુળીયાટીમ્બા, કુંકાવાવ જકાતનાકે, તા.જિ.અમરેલી
*પકડાયેલ મુદ્દામાલ*દેશી દારૂ બનાવવાનો આથો ૫૦૦ લીટર તથા દેશી દારૂ ૦૫ લીટર
આમ, પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ ની સુચનાથી શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ-જુગારની બદી દૂર કરવા પ્રોહીબીશન લગત પ્રવૃત્તિ કરતા ઈસમોને પકડી પાડવામાં પોલીસ ઈન્સપેક્ટર એચ.કે.મકવાણા, અમરેલી સીટી પોલીસ સ્ટેશન તથા અમરેલી સીટી પોલીસ સ્ટાફને સફળતા મળેલ છે.
Recent Comments