fbpx
બોલિવૂડ

અમીષા પટેલેએ ફરી ડાયરેક્ટર અનિલ શર્મા પર નિશાન સાધ્યુ

ગદર ૨ની રિલીઝ પહેલાં અમીષા પટેલે ફિલ્મના ડાયરેક્ટર અનિલ શર્મા પર રોષ ઠાલવ્યો હતો. અનિલે ફિલ્મના ક્રૂ સભ્યોને પેમેન્ટ ન આપ્યું હોવાનો દાવો અમીષાએ કર્યો હતો. ગદરની ત્રીજી ફિલ્મ બને તો તેમાં પણ સકીનાનો રોલ કરવા પોતે તૈયાર હોવાનું અમીષાએ જણાવ્યું હતું. જાે કે અનિલ શર્માએ કહ્યું હતું કે સકિનાનું કેરેક્ટર અમીષાને જાેઈને તૈયાર થયુ ન હતું, પરંતુ તેમણે તેને દિલથી બનાવ્યુ હતું. અમીષાએ આ સાથે દાવો કર્યો હતો કે, ગદર ૨માં સકિના અને તારા સિંગ લીડ રોલમાં હતા, પરંતુ અનિલે પોતાના દીકરા ઉત્કર્ષને ફિલ્મમાં લાવવા ખૂબ જાેર લગાવ્યુ હતું.

દીકરાને પ્રમોટ કરવા માટે પિતાએ કરેલા પ્રયાસોની અમીષાએ પ્રશંસા કરી હતી. ગદરમાં સકિનાનું કેરેક્ટર તૈયાર કરવાની ક્રેડિટ અમીષાએ રાઈટર શક્તિમાનને આપી હતી. પોતે આ ફિલ્મ સની દેઓલ અને પ્રોડક્શન બેનરને જાેઈને કરી હોવાનું અમીષાએ કહ્યું હતું. ગદરની પહેલી ફિલ્મ અંગે વાત કરતાં અમીષાએ કહ્યું હતું કે, લીડ પેરમાં ગોવિંદા અને મમતા કુલકર્ણીને લેવાનો વિચાર હતો. જાે કે આ વાત આગળ વધી નહીં અને તેમના બદલે આ તક સની-અમીષાને મળી. ગદર ૨ અને અક્ષય કુમારની ઓહ માય ગોડ ૨ વચ્ચે બોક્સઓફિસ પર સીધી ટક્કર થઈ હતી.

ગદરની સક્સેસ પાર્ટીમાં ૯૦ના દાયકાથી માંડીને અત્યાર સુધીના હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણાં જાણીતા સ્ટાર્સ હાજર રહ્યા હતા, પરંતુ અક્ષય કુમારની ગેરહાજરી ઊડીને આંખે વળગે તેવી હતી. અક્ષય કુમારની ગેરહાજરી અંગે જાણવા મળ્યું હતું કે, તેઓ આગામી ફિલ્મ સ્કાય ફોર્સના શૂટિંગ માટે લખનઉમાં હતા. જાે કે તેમણે સની દેઓલને કોર કરી સફળતા માટે અભિનંદન આપ્યા હતા.

Follow Me:

Related Posts