વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દુનિયાભરમાં સતત વધી રહી છે. જેનો જીવતો જાગતો દાખલો અમેરિકામાં જાેવા મળ્યો છે. હાલમાં વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે છે. ત્યારે પીએમ મોદીની એક નજર મેળવવા માટે લોકોની ભીડ ઉમટતી જાેવા મળી છે. પીએમ મોદીની લોકપ્રિયતા એટલી બધી જાેવા મળી કે લોકો મોદીની ઝલક નિહાળવા રસ્તા પર ઉમટી પડયા હતા. અમેરિકન લોકો અને ભારતીયોમાં પીએમની લોકપ્રિયતા તો જાેવા મળી હતી, સાથે સાથે અમેરિકન સાંસદોમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકપ્રિયતા જાેવા મળી હતી.
ભારતના વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા અને ઓટોગ્રાફ લેવા અમેરિકન સાંસદોમાં જાણે કે હોડ જામી હતી. અને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકન સાંસદોએ ઓટોગ્રાફ લેવા માટે ઘેરી લીધા હતા. આ દરમિયાન વડાપ્રધાને પણ સાંસદોને નિરાશ કર્યા ન હતા. અને, અમેરિકન સાંસદોને પીએમ મોદીએ ખુબી જ ખુશીથી ઓટોગ્રાફ પણ આપ્યા હતા. આ તમામ દ્રશ્યો અને ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. આવા ફોટોગ્રાફ્સ જાેઇને દરેક ભારતીયો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. સંયુક્ત સત્રને સંબોધન દરમિયાન યુએસ કોંગ્રેસના કેટલાક સભ્યો વડા પ્રધાન મોદીને મળ્યા હતા. તેની સાથે ઓટોગ્રાફ અને સેલ્ફી પણ લીધી હતી.
ત્યારબાદ તેમના સંબોધન બાદ પીએમ મોદીએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર કેવિન મેકકાર્થીની સંયુક્ત સત્રની એડ્રેસ બુક પર હસ્તાક્ષર કર્યા. અમેરિકા અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે પીએમ મોદી સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાત બાદ એલોન મસ્કે કહ્યું હતું કે હું પીએમ મોદીનો પ્રશંસક છું. આ ઉપરાંત પીએમ મોદી અમેરિકાના ટોચના સીઈઓને પણ મળ્યા હતા. નોંધનીય છેકે માત્ર ઓલોન મસ્ક જ નહીં, પરંતુ અમેરિકામાં પીએમ મોદીના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. પીએમ મોદી સાથે ફોટોગ્રાફ્સ લેવા અને તેમનો ઓટોગ્રાફ લેવા માટે અમેરિકામાં જાેવા મળેલી ભીડ કોઈ રાજકારણી નહીં પણ રોકસ્ટાર જેવી લાગી રહી હતી.
Recent Comments