અમેરિકાએ ચીનની કંપનીઓ પર ગાળિયો વધારે કસ્યો
વોશિંગ્ટન અને બૈજિંગ વચ્ચે કંપનીઓના અમેરિકામાં ટ્રેડિગં કરતી કંપનીઓની વધુને વધુ માહિતી લાવવા અંગે લાંબા સમયથી ચાલતા વિવાદની વચ્ચે સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશને (એસઇસી)એ ગુરુવારે આ નિયમ પસાર કર્યો હતો. એસઇસીના જણાવ્યા મુજબ વિદેશી અધિકાર ક્ષેત્રમાં ઓડિટરનો ઉપયોગ કરનારી કંપનીઓએ પણ તે સુનિશ્ચિત કવું પડશે કે તેમની માલિકી કે કંટ્રોલ સરકારી એકમના હાથમાં નથી. તેના લીધે કંપનીઓએ તેના વાર્ષિક રિપોર્ટમાં વધારે માહિતી જણાવવી પડશે. એસઇસીએ જણાવ્યું હતું કે આના પગલે કેટલીક કંપનીઓ પર ટ્રેડિંગ પ્રતિબંધો લાદી શકે છે. કંપનીઓ દ્વારા ખોટા રિપોર્ટિંગને અટકાવવા માટે બીજી સરકારો અમેરિકાની માંગો સાથે સહયોગ સાધવા તૈયાર થઈ ગઈ છે. પણ બૈજિંગે સલામતીનું કારણ આગળ ધરીને યુએસ પબ્લિક કંપનીઝ એકાઉન્ટિંગ ઓવરસાઇટ બોર્ડને ચાઇનીઝ ઓડિટરોની કામગીરીની સમીક્ષા કરવા દેવાનો ઇન્કાર કર્યો છે. ચાઇનીઝ સરકારે આ પગલાની ટીકા કરતા ચેતવણી આપી છે કે આના પગલે અમેરિકન રોકાણકારોને ઝડપથી વિકસતી કંપનીઓનું મળતું એક્સેસ બંધ થઈ જશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ પગલું ચીનની કંપનીઓને રાજકીય રીતે દબાવવાનો અને ચીનના વિકાસને ડામવાનો પ્રયત્ન છે. અમે તેને મક્કમતાથી વિરોધ કરીશું. ચાઇનીઝ કંપનીઓ અમેરિકાના નાણાકીય બજારોમાંથી કરોડો ડોલર ઉસેટે છે, પરંતુ આ કંપનીઓના માલિકીના અંકુશની સ્થિતિ અંગેની પારદર્શકતાના અભાવે બૈજિંગ સાથે આ વિવાદ વકર્યો છે. નવો નિયમ પીસીએઓબી જેને તપાસવાની કે ચકાસણી કરવામાં અસમર્થ રહી છે તેને પણ લાગુ પડે છે, આ ગ્રુપ મુખ્યત્વે ચાઇનીઝ છે. અમેરિકાએ તેના બજારમાં કાર્યરત ચીનની કંપનીઓ પર ગાળિયો વધારે કસ્યો છે. ચાઇનીઝ કંપનીઓએ અમેરિકામાં ઓડિટમાં વધારે માહિતી આપવી પડશે કે તેમના પર સરકારનો અંકુશ છે કે નહી અથવા તો સિક્યોરિટીઝ રેગ્યુલેટરના નિયમ મુજબ અમેરિકન શેરબજાર છોડવું પડશે. આના પગલે ઘણી ચાઇનીઝ કંપનીઓએ અમેરિકાના બજારમાંથી ઉચાળા ભરવા પડી શકે છે.
Recent Comments