અમેરિકાના કેલિફોર્નિયામાં ગુજરાતીઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા અને ખુબ ધૂમ મચાવી
નવરાત્રિ હવે માત્ર ગુજરાતનો તહેવાર ન રહેતા વૈશ્વિક તહેવાર બની ચુક્યો છે. નવરાત્રિ અને શરદપુનમના રાસગરબા વિદેશમાં વસતા ભારતીયો ખૂબ ઉત્સાહ અને ઉમંગથી આ તહેવાર વિદેશમાં ઉજવી રહ્યા છે. એકતામાં અનેકતા અને અનેકતામાં વિવિધતાના સંદેશને આપવા માટે ગુજરાતી સમાજ ઓફ સધર્ન કેલિફોર્નિયાના ઉપક્રમે નવરાત્રિ મહોત્સવ ૨૦૨૨નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સિટી ઓફ નોર્વેક સેરિટોઝ કોલેજ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં પાર્થિવ ગોહિલ અને માનસી પારેખે ધૂમ મચાવી હતી. આ તબક્કે ગુજરાતી ખેલૈયાને પોતાના તાલે ગરબે ઘૂમવા માટે મજબૂર કરનારી આ બેલડીને લઈ ગુજરાતી ખેલૈયા ભૂલી ગયા હતા કે, તે ગુજરાતમાં ગરબા રમી રહ્યા છે કે વિદેશમાં તેવી મોજ કરાવી હતી. ગુજરાતી સમાજના ચેરમેન ઘનશ્યામસિંહ ઝાલા, પુષ્પ બહેન પટેલ, સેરીટોઝ કોલેજના યોગી પટેલ, પરિમલ શાહની આગેવાનીમાં યોજાયેલા નવરાત્રી મહોત્સવમાં ગુજરાતી સમાજના ૩૦૦૦ જેટલા લોકો ગરબે ઘૂમ્યા હતા.
આ ધાર્મિક પ્રસંગે સેરીટોઝ કોલેજના યોગી પટેલ, પરિમલ શાહ અને અગ્રણીઓ દ્વારા ઉત્સાહ વધારવા અને સન્માન કરવા માટે ખાસ સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા. તે ૩૫ કરતાં વધુ વખત લોસ એન્જલસ આવી ચુક્યા છે અને દર વખતે તેમનો ઉત્સાહ તેમજ ગુજરાતી સમાજનો તેમના માટેનો પ્રેમ વધતો જ જાય છે. આ તબક્કે માનસી પારેખે ગુજરાતી સમાજના અગેવાનો વિદેશમાં રહીને પણ ગુજરાતી સમાજ માટે જે લોકો કામ કરી રહ્યા છે તેમણે બિરદાવ્યા હતા. અને ખાસ કરીને અગ્રણી આગેવાનો યોગી પટેલ, પરિમલ શાહ, ઘનશ્યામસિંહ ઝાલા, બી.યુ પટેલ, પુષ્પાબહેન પટેલની કામગીરીને સમાજ અને દેશની સંસ્કૃતિના જતન માટે ખૂબ ઉપયોગી જણાવી હતી અને તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
Recent Comments