ભાવનગર ઓએસિસ અને સમન્વય સંયોજિત જીવન પ્રેરક વાંચન અભિયાન… શિશુવિહાર માં યોજાયેલ શિક્ષકોની તાલીમ કાર્યશાળા
છેલ્લા ૩૪ વર્ષથી ચારિત્ર્ય ધડતર નું કામ કરતી સામાજિક સંસ્થા ઓએસિસ મુવમેન્ટ ઓએસિસ પ્રકાશનની ૨૫ માં વર્ષની ઉજવણી ના ભાગ રૂપે જીવન લક્ષી વાંચન માટે પ્રેરવા માટેના પ્રોજેક્ટ માં ભાવનગર તથા ગ્રામ્ય વિસ્તારની ૨૩ શાળાના ૩૭ શિક્ષકો ને તા.૧૯ ઓગષ્ટ ના રોજ શિક્ષકોની કાર્યશાળા યોજવામાં આવેલ..શિક્ષકોને વાંચન માટે પ્રેરિત કરી વિદ્યાર્થીઓ સુધી આ વિચાર વિસ્તરે વિદ્યાર્થીઓ જીવનલક્ષી વાંચન કરે અને ઉત્તમ વિચારોને પોતાના આચરણમાં મૂકી ઉત્તમ જીવનઘડતર કરી શકે તેવા હેતુ માટે કાર્યશાળા યોજાઇ…જેમાં શિક્ષકો એ “એનું નામ શક્તિ” અને “હું છું પોલિયાના” પુસ્તક સંદર્ભે વાંચન , ચિંતન અને સંવાદ કરેલ…
આ કાર્યક્રમ નું સંકલન પ્રોજેક્ટ કો – ઓડીનેટર શ્રી માયાબહેન સોની અને ડૉ. છાયા બહેન પારેખ તથા સમન્વય ના શિક્ષકો એ કર્યું હતું….


















Recent Comments