અમેરિકાના ન્યુજર્સીની જેલમાં ટ્રાન્સજેન્ડરે બે મહિલા કેદીને પ્રેગ્નેન્ટ બનાવીનો આરોપ લાગ્યો
એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે, જેમાં સજા ભોગવી રહેલ બે કેદી ઓ સાથે એક ઘટના ઘટી છે. એક ટ્રાંસજેન્ડર કેદીએ બે મહિલા કેદીઓને પ્રેગ્નેન્ટ કરી દીધી છે. આ ઘટના સામે આવ્યા બાદ તે કેદીને મહિલાઓની જેલમાંથી કાઢીને પુરુષોની જેલમાં શિફ્ટ કરી દેવામાં આવી છે. આ બાદ પણ ટ્રાન્સજેન્ડર કેદીએ નવી જેલમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે. આ ઘટના અમેરિકાના ન્યૂ જર્સીની છે. જેલમાં ટ્રાન્સજેન્ડર ડેમી માઇનર નામની આ કેદી ૩૦ વર્ષની સજા ભોગવી રહી છે, જેના પર આરોપ છે કે તેણે પોતાના સાવકા પિતાની ચાકુ મારીને હત્યા કરી હતી.
આ કેદીને એડના મહાન કરેક્શન્લ ફેસિલિટીથી હટાવીને સ્ટેટ યૂથ કરેક્શન્લ ફેસિલિટિમાં શિફ્ટ કરી દીધી છે. ૨૭ વર્ષની ડેમીને દાવો કર્યો છે કે, ટ્રાન્સફર થતા સમયે ગાર્ડેસે તેને ગાળો આપી હતી. જસ્ટિસ ૪ ડેમી બ્લોગ પોસ્ટમાં ડેમીએ દાવો કર્યો છે કે, જ્યારે તેમણે પોતાની તપાસ કરવા માટે એક મહિલાની માંગ કરી ત્યારે તેમની મજાક ઉડાવવામાં આવી હતી. એક અલગ પોસ્ટમાં તેમણે દાવો પણ કર્યો કે, ટ્રાન્સફર કરતા સમયે તેમની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી. આ જેલોના વાતાવરણથી વાકેફ એક વ્યક્તિએ જણાવ્યું કે મનોરંજન દરમિયાન કેદીઓના રૂમ ખુલ્લા હોય છે.
આ દરમિયાન એક કેદી ગુપ્ત રીતે અન્ય કેદીઓના રૂમમાં પહોંચે છે અથવા તેઓ બાથરૂમમાં જઈને સંબંધ બાંધે છે. ૧૬ વર્ષની ઉંમરમાં ડેમીએ થિયોટિસ બટ્સની હત્યા કરી હતી. બટ્સ ડેમીના સાવકા પિતા હતા. એક રિપોર્ટ અનુસાર ડેમી બાદમાં તેનાથી અલગ રહેવા લાગી હતી. પછી એક દિવસ બટ્સ પર છરી વડે વારંવાર હુમલો કર્યા પછી ડેમીએ તેને મારી નાખ્યો અને ન્યૂયોર્ક ભાગી ગયો હતો. જાેકે અહીં તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ડેમી કારજેકીંગ માટે પણ દોષી સાબિત થઈ હતી. પછી એક દંપતી જેનું નવજાત બાળક તેમની કારમાં હતું તેની પાસે ગઈ. તેણે મહિલાના ચહેરા પર ગન પોઈન્ટ મુક્યું. આ પછી દંપતીએ તેમના બાળકને કારમાંથી બહાર કાઢ્યું અને ડેમી કાર લઈને ભાગી ગઈ હતી.
Recent Comments