fbpx
રાષ્ટ્રીય

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના ૫૬ દિવસ પહેલા કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ પહેલીવાર આમને-સામને છે

૯૦ મિનિટની ચર્ચામાં ટ્રમ્પે કમલા હેરિસને ઘણા મુદ્દાઓ પર ઘેર્યા હતા અને તેમને માર્ક્‌સવાદી અને સૌથી ખરાબ ઉપરાષ્ટ્રપતિ કહ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના માત્ર ૫૬ દિવસ પહેલા યોજાયેલી પ્રેસિડેન્શિયલ ડિબેટની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. અમેરિકાના બે સૌથી મોટા રાજકીય પક્ષોના ઉમેદવારો કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ પહેલીવાર આમને-સામને હતા. ૯૦ મિનિટની ચર્ચામાં ટ્રમ્પે કમલા હેરિસને માર્ક્‌સવાદી અને સૌથી ખરાબ વાઇસ પ્રેસિડેન્ટ ગણાવતા તેમને ઘણા મુદ્દાઓ પર ઘેર્યા હતા. જ્યારે કમલા હેરિસે ટ્રમ્પને સરમુખત્યાર અને ઉગ્રવાદી ગણાવ્યા અને કહ્યું કે તેમની કોઈ યોજના નથી.

જાે બંનેના ભાષણની સરખામણી કરવામાં આવે તો ટ્રમ્પે ૪૨ મિનિટ બોલ્યા જ્યારે કમલા હેરિસને ૩૭ મિનિટ બોલવાની તક મળી. આ ચર્ચાના હોસ્ટ એબીસી ન્યૂઝે રાષ્ટ્રપતિની ચર્ચા દરમિયાન બંને પ્રતિસ્પર્ધીઓ દ્વારા કરવામાં આવેલા દાવાઓની હકીકત તપાસી છે. એબીસી ન્યૂઝના ફેક્ટ ચેક મુજબ, કમલા હેરિસે તેમના ભાષણ દરમિયાન કુલ ૧૩ દાવા કર્યા હતા. તેમાંથી ૩ દાવા ખોટા સાબિત થયા છે, જ્યારે ૪ દાવા સંદર્ભની જરૂર છે, જ્યારે તેના ૬ દાવા અમુક અંશે સાચા સાબિત થયા છે. પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે સમગ્ર ચર્ચા દરમિયાન કુલ ૧૨ દાવા કર્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે આ ૧૨ દાવાઓમાંથી માત્ર એક જ દાવો સાચો સાબિત થયો છે. ટ્રમ્પના ૧૧ દાવા ખોટા અથવા ભ્રામક છે.

રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે કમલા હેરિસના કારણે તેમને માથામાં ગોળી મારવામાં આવશે, ટ્રમ્પનો આ દાવો ખોટો છે. ટ્રમ્પ પર ગોળીબારની ઘટનાની તપાસ કરી રહેલી હ્લમ્ૈં હજુ સુધી એ શોધી શકી નથી કે આરોપી થોમસ મેથ્યુ ક્રૂક્સે ટ્રમ્પ પર શા માટે હુમલો કર્યો. કમલા હેરિસ કે ડેમોક્રેટિક પાર્ટી સાથે આ ઘટનાનો કોઈ સંબંધ હજુ સુધી સાબિત થયો નથી. ટ્રમ્પે ગર્ભપાતના મુદ્દે પણ ખોટો દાવો કર્યો છે, ટ્રમ્પે કહ્યું છે કે કમલા હેરિસ અને ટિમ વોલ્ઝ સાતમા, આઠમા અને નવમા મહિનામાં પણ ગર્ભપાતનું સમર્થન કરે છે. તેમણે એમ પણ કહ્યું કે કેટલાક રાજ્યોમાં ડેમોક્રેટિક પાર્ટીએ નવજાત બાળકોને પણ મારવાની મંજૂરી આપી છે.

ટ્રમ્પનો આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. અમેરિકાના કોઈપણ રાજ્યમાં જન્મ પછી બાળકોની હત્યા કરવાની મંજૂરી નથી. કેટલાક રાજ્યોમાં, ગર્ભપાતને માત્ર ત્યાં સુધી જ મંજૂરી આપવામાં આવે છે જ્યાં સુધી ગર્ભ માતાના ગર્ભાશયની બહાર ટકી રહેવા માટે સક્ષમ ન હોય. સામાન્ય રીતે પ્રિ-મેચ્યોર ડિલિવરી છઠ્ઠા, સાતમા કે આઠમા મહિનામાં થાય છે અને મોટા ભાગના કિસ્સાઓમાં આ રીતે જન્મેલા બાળકો હવે યોગ્ય સારવાર અને કાળજી સાથે જીવિત રહેવા માટે સક્ષમ છે. આ ઉપરાંત, સંપૂર્ણ અવધિ અને તંદુરસ્ત ગર્ભાવસ્થાને સમાપ્ત કરવી એટલે કે છઠ્ઠા અથવા સાતમા મહિનામાં ગર્ભપાત ખૂબ જાેખમી છે, જે મોટાભાગના ડોકટરો ક્યારેય કરતા નથી.

આ સિવાય ટ્રમ્પે ઇમિગ્રન્ટ્‌સ અંગે પણ ખોટો દાવો કર્યો હતો, તેમણે કહ્યું હતું કે સ્પ્રિંગફીલ્ડ, ઓહાયોમાં ઇમિગ્રન્ટ્‌સ લોકોના પાલતુ, કૂતરા અને બિલાડીઓને મારી રહ્યા છે અને ખાઇ રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે તેણે ટીવી પર લોકોને આવું કહેતા સાંભળ્યા છે. જ્યારે છમ્ઝ્ર ન્યૂઝે આ મુદ્દે સ્પ્રિંગફીલ્ડના સિટી મેનેજર સાથે વાત કરી તો તેમણે આ દાવાને ફગાવી દીધો. માહિતી અનુસાર, ઓહાયોમાં આવી ખોટી અફવાઓ ઓનલાઈન ફેલાવવામાં આવી રહી છે,

જ્યારે સત્તાવાર રીતે એવો એક પણ કેસ નોંધાયો નથી જેમાં ઈમિગ્રન્ટ્‌સે કોઈના પાલતુ પ્રાણીઓને નુકસાન પહોંચાડ્યું હોય. ટ્રમ્પે કહ્યું કે રાષ્ટ્રપતિ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે અફઘાનિસ્તાનના મુદ્દા પર કોઈને કાઢી મૂક્યા નથી, ટ્રમ્પનો આ એકમાત્ર દાવો છે જે સાચો સાબિત થયો છે. જાે કે, તેને સંદર્ભની જરૂર છે. ૨૦૨૧ માં, જ્યારે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકો પાછા ખેંચવામાં આવ્યા હતા, ત્યારે ટ્રમ્પ વહીવટીતંત્રે ન તો કોઈ અધિકારીને જવાબદાર ઠેરવ્યા હતા અને ન તો કોઈને બરતરફ કર્યા હતા.

ઉપરાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસે ૩ મુદ્દાઓ પર ખોટા દાવા કર્યા છે. કમલા હેરિસે કહ્યું કે જાે ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે, તો તેઓ ‘નેશનલ એબોર્શન બૅન’ પર હસ્તાક્ષર કરશે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલેથી જ કહી ચૂક્યા છે કે તેઓ એવું કંઈ કરવાના નથી. જાેકે, તેમણે ગર્ભપાત અંગેના સુપ્રીમ કોર્ટના ર્નિણયને સમર્થન આપ્યું હતું. આ સિવાય કમલા હેરિસે ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ લગાવ્યો છે કે તેણે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાેંગ ઉન સાથે ‘લવ લેટર’ શેર કર્યા છે, જે ખોટું છે. ટ્રમ્પ જૂન ૨૦૧૮ માં સિંગાપોરમાં એક સમિટમાં સરમુખત્યાર કિમને મળ્યા હતા. તેમણે એક સુંદર પત્ર માટે ઉત્તર કોરિયાના નેતાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો, વ્હાઈટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પે ઉત્તર કોરિયાના નેતાના પત્રનો જવાબ મોકલ્યો છે.

કમલા હેરિસના ૧૩ દાવાઓમાંથી ૬ સંપૂર્ણપણે સાચા છે, જ્યારે ૪ દાવા સંદર્ભની જરૂર છે. કમલા હેરિસે કહ્યું કે ૧૬ નોબેલ વિજેતાઓ માને છે કે ટ્રમ્પની નીતિઓ મોંઘવારી વધારશે અને દેશને ભારે આર્થિક સંકટમાં ધકેલશે. હેરિસે દાવો કર્યો કે ટ્રમ્પે ક્લાઈમેટ ચેન્જને છેતરપિંડી (બનાવટી) ગણાવી હતી, તેણીએ કહ્યું કે ટ્રમ્પ લગભગ તમામ સામાન પર ૨૦ ટકા ટેક્સ લાદવા માંગે છે, જેનાથી દરેક પરિવાર પર લગભગ ૪ હજાર ડોલરનો વધારાનો બોજ પડશે. હેરિસે દાવો કર્યો હતો કે ટ્રમ્પે એ બિલને મારી નાખ્યું હતું જેનાથી સરહદની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. અમેરિકન રાજકીય નિષ્ણાતો અને ફેડરલ રિઝર્વ બેંકના ડેટાના આધારે, ચર્ચા હોસ્ટ એબીસી ન્યૂઝને કમલા હેરિસના આ દાવાઓ સાચા હોવાનું જણાયું છે.

Follow Me:

Related Posts