અરમાન મલિકે બાળકોના મુસ્લિમ નામ કેમ રાખ્યાં? પત્નીએ કારણ જણાવ્યું, સાંભળીને ચોંક્યા!
ર્રૂે્ેહ્વીિ અરમાન મલિક છેલ્લા ઘણા દિવસોથી સાતમા આકાશ પર છે. આખો મલિક પરિવાર એક મહિનામાં ત્રણ નાના બાળકોનું સ્વાગત કરીને ખુશીથી ઝૂમી રહ્યા છે. અરમાન મલિકની પહેલી પત્ની પાયલે જાેડિયા બાળકોને જન્મ આપ્યો છે, જેમાં પુત્રનું નામ અયાન છે, પુત્રીનું નામ તુબા છે. તે જ સમયે, અરમાનની બીજી પત્ની કૃતિકાના પુત્રનું નામ ઝૈદ રાખવામાં આવ્યું છે. ર્રૂે્ેહ્વીિ પરિવાર સોશિયલ મીડિયા પર તેમના જીવન સાથે સંબંધિત દરેક નાની-મોટી અપડેટ શેર કરી રહ્યું છે. બાળકોના નામકરણથી અરમાન મલિક ટ્રોલ થઈ રહ્યો છે, પરંતુ હવે યુટ્યુબરની પત્ની કૃતિકાએ ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. હાલમાં જ અરમાન મલિકની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં અરમાન મલિકની બીજી પત્ની કૃતિકા ટ્રોલર્સનો ક્લાસ લઈ રહી છે. કૃતિકા કહે છે કે અરમાનને તે નામ પસંદ આવ્યું હતું, તેથી બાળકોને આ નામો આપવામાં આવ્યા હતા, તેનો કોઈ ધર્મ સાથે કોઈ સંબંધ નથી.
કૃતિકાએ ટ્રોલ કરનારાઓને જવાબ આપતા કહ્યું- ‘બધા નામો ખૂબ જ સારા છે, પછી તે હિંદુ નામ હોય, મુસ્લિમ નામ હોય, શીખ નામ હોય કે પછી ક્રિશ્ચિયન નામ હોય. ચીકુના પપ્પાને જે નામ પસંદ આવ્યા તે નામ રાખ્યા છે તેની પાછળ તેમનો અલગ વિચાર છે. તેમને શરુઆતથી જ આ નામ ખૂબ જ પસંદ હતા અને અમે ઈચ્છતા હતાં કે તે જે ઈચ્છે એ જ બાળકોનું નામ રાખવામાં આવે.’ કૃતિકાએ ટ્રોલર્સનો ક્લાસ લીધા બાદ વીડિયોમાં અરમાન મલિકની પહેલી પત્ની પાયલની દીકરીનાં નામનો અર્થ પણ જણાવ્યો. કૃતિકાએ કહ્યુ- ‘તુબાનો અર્થ સ્વર્ગનું એક ઝાડ જેને તુબા કહેવાય છે. આ જે નામ છે તે ઝૈદ પેટમાં હતો ત્યારે જ તેના પિતાએ વિચારી રાખ્યુ હતું કે જાે છોકરી થઈ તો નામ તુબા રાખીશું. આ નામની સાથે તેના ઘણા ઈમોશન જાેડાયેલા છે તો નામ અમે નહીં બદલી શકીએ.’
Recent Comments