અલ્લુ અર્જુન નેશનલ એવોર્ડ અંગે પોતાનો વિચાર જણાવ્યોશા માટે નેશનલ એવોર્ડ જીતવા માંગતો હતો
અલ્લુ અર્જુન તેલુગુ સિનેમાનો પ્રથમ અભિનેતા છે જેણે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો. આ એવોર્ડ અલ્લુ અર્જુનને તેની ૨૦૨૧માં આવેલી ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ માટે આપવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં તેની દમદાર એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. પરંતુ જ્યારે તેણે નેશનલ એવોર્ડ જીત્યો ત્યારે તેલુગુ ફિલ્મોની ચર્ચા આખા દેશમાં થવા લાગી. હવે અલ્લુએ કહ્યું છે કે તે શા માટે નેશનલ એવોર્ડ જીતવા માંગતો હતો. બાલકૃષ્ણના ટોક શો ‘અનસ્ટોપેબલ વિથ એનબીકે’નો પ્રોમો સામે આવ્યો છે, જેમાં અલ્લુ અર્જુન નેશનલ એવોર્ડ અંગે પોતાના મંતવ્યો શેર કરતા જાેવા મળે છે.
ટોક શોના તાજેતરના પ્રોમોમાં, બાલકૃષ્ણ અલ્લુ અર્જુનને પૂછે છે, “જ્યારે તમને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ત્યારે તમને કેવું લાગ્યું?આ સવાલ પર અલ્લુ અર્જુને કહ્યું, “મેં બેસ્ટ એક્ટર નેશનલ એવોર્ડની યાદી તપાસી હતી. મને ખબર પડી કે કોઈપણ તેલુગુ વ્યક્તિએ આ સિદ્ધિ મેળવી નથી. આ જાેઈને મને ખૂબ જ દુઃખ થયું. પછી મેં નક્કી કર્યું કે હું તેને હાંસલ કરીશ.” પ્રોમોમાં જાેવા મળે છે કે શોમાં થોડા સમય પછી અલ્લુ અર્જુનની માતા ર્નિમલા અલ્લુ પણ ત્યાં પહોંચી જાય છે અને તેના વિશે વાત કરે છે. શો દરમિયાન અલ્લુ મહિલાઓ સાથે થતા અન્યાય વિશે પણ વાત કરતો જાેવા મળશે. તેણે કહ્યું કે એક વસ્તુ જે તેને ગુસ્સે કરે છે તે છે મહિલાઓ સાથે અન્યાય. આ ઇન્ટરવ્યુ ૧૫મી નવેમ્બરના રોજ છૐછ પર પ્રસારિત થશે. ખાસ વાત એ છે કે પુષ્પા ૨નું ટ્રેલર ૧૫મી નવેમ્બરે જ રિલીઝ થશે. પુષ્પા અને પુષ્પા ૨નું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અલ્લુની સાથે રશ્મિકા મંદન્ના અને ફહાદ ફાસિલ પણ જાેવા મળશે. આ ફિલ્મ ૫મી ડિસેમ્બરે મોટા પડદા પર આવવા જઈ રહી છે.
Recent Comments