fbpx
રાષ્ટ્રીય

અવાર-નવાર આવે છે ચક્કર? તો આ ઘરેલું ઉપાયો છે જોરદાર અસરકારક

ભાગદોડભરી જીંદગીમાં અનેક લોકોને સૌથી મોટી અસર પોતાની હેલ્થ પર પડતી હોય છે. હેલ્થ ના સાચવી શકવાને કારણે અનેક ઘણી તકલીફો દિવસ જતા થાય છે. આમ, આ બધી પરિસ્થિતિને કારણે અનેક લોકોને વારંવાર ચક્કર આવતા હોય છે. ચક્કર આવવાને કારણે વ્યક્તિ એક બાજુ બેસી રહે છે અને બીજું કંઇ કરવાની ઇચ્છા થતી નથી. આમ, જો તમને અથવા તમારા ઘરે વારંવાર કોઇને ચક્કર આવે છે તો  દેશી ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે. તો જાણી લો આ ઉપાયો વિશે તમે પણ…

  • જો તમને વારંવાર ચક્કર આવે છે તો તમે વરિયાળી અને ખાંડ એક સરખા ભાગે લો એને એનું ચૂર્ણ બનાવો. હવે આ ચૂર્ણને સવાર-સાંજ લો. આ ચૂર્ણથી ચક્કર આવતા બંધ થઇ જશે અને સાથે આખો દિવસ સ્ટેમિના પણ રહેશે.
  • ચક્કરને બંધ કરવા માટે સાકર પણ સૌથી બેસ્ટ છે. આ માટે મરીનું ચૂર્ણ, ધી અને સાકર એક સરખા પ્રમાણમાં લો અને એને ફાકો.
  • જો તમે તુલસીના પાન સાથે મરી ચાવો છો તો પણ ચક્કર આવતા બંધ થઇ જાય છે.
  • જો તમને વારંવાર ચક્કર આવતા હોય તો તમે મોંઢામાં તજ અને લવિંગ રાખો. તજ અને લવિંગ મોંમા રાખવાથી દાંતમાં થતો દુખાવો પણ બંધ થાય છે અને સાથે મોટી રાહત પણ થાય છે.
  • ચક્કરને બંધ કરવા માટે તમે મોંઢામાં ઇલાયચી પણ રાખી શકો છો.
  • અડધો કપ કોથમીરના રસમાં 2 ચમચી આમળાનો રસ મિક્સ કરીને પીવાથી આવતા ચક્કર બંધ થઇ જાય છે અને સાથે વામિટિંગમાં પણ રાહત થાય છે.
  • આવતા ચક્કરને બંધ કરવા માટે તમે એક ગ્લાસ હુંફાળા પાણીમાં અડધું લીંબુ નીચોવીને પીવો છો તો ફાયદો થાય છે.
Follow Me:

Related Posts