આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના છાત્ર પરિષદ દ્વારા દરેક દેવ સ્થાનકો માં ગુરુપૂજન હાજરી
અમરેલી ગુરુ પૂર્ણિમા મહોત્સવ અને ગુરુ પૂજન ના પવિત્ર દિવસે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ છાત્ર પરિષદ દ્વારા અમરેલી શહેરના દરેક આશ્રમો અને દેવ મંદિરોમાં સંતોનું પૂજન અને ભગવાનના ચરણોમાં શ્રીફળ સાકરનો પડો અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક માનનીય ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયા ના આદેશ મુજબ પુરા ભારતભરમાં થઈ રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ દરેક તાલુકામાં સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડોક્ટર ગજેરા અને સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી નિર્મળસિંહ ખુમાણ ના આદેશ મુજબ અમરેલી શહેરના લગભગ ૪૦ જેટલા મંદિરોમાં આ કાર્યક્રમ કરવામાં આવેલો
જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા અધ્યક્ષ સુરેશભાઈ સોલંકી તેમજ વિભાગ અધ્યક્ષ ડોક્ટર દેસાણી વડીલ માર્ગદર્શક નનુંકાકા તળાવિયા રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા અધ્યક્ષ દિલીપભાઈ બામટા જિલ્લા કાર્યકારી અધ્યક્ષ મજબૂતસિંહ બસીયા મંત્રી વિપુલભાઈ ગજેરા મહેશભાઈ સોલંકી જીગ્નેશભાઈ કયાડા ઉદયસિંહ રાજપુત ભદ્રેશસિંહ રાજપૂત મહેશભાઈ ચોટલીયા બાલમુકુંદભાઈ વાઢેર તેમજ સંજયભાઈ પોપટ રાષ્ટ્રીય મહિલા ઓજસવી અધ્યક્ષ નિરાલીબેન વ્યાસ મહિલા અધ્યક્ષ ડિમ્પલબેન પોપટ દેવાંગભાઈ વ્યાસ બાબુભાઈ બામટા પુજારી તાત્કાલિક હનુમાન મંદિર અને કાર્યકરો દ્વારા આ આ સેવા કાર્યનો લાભ લીધો અને દરેક મંદિરોમાં સંતોને ખાસ આમંત્રણ પાઠવેલો કે આગામી શ્રીકૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી ઉત્સવ જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ખૂબ જ ભવ્યતાથી ઉજવવામાં આવે છે અને જન્માષ્ટમીના દિવસે ભવ્ય શોભાયાત્રા નું પણ આયોજન કરવામાં આવેલ છે અને સાથે સાથે સિનિયર સિટીઝન પાર્ક ફોરવર્ડ સર્કલે એક ભવ્ય ભગવાન શ્રી કૃષ્ણ નો ફ્લોટ બનાવવામાં આવે છે તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે દરેક સંતોને આમંત્રણ આપેલ છે અત્યારે આ ઉત્સવ ઉજવવા માટે ખૂબ જ તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેમ અમરેલી જિલ્લા પ્રમુખ સુરેશભાઈ સોલંકી દ્વારા જણાવેલ છે
Recent Comments