વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા બગસરા અને ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થા આંબલા દ્વારા આયોજન વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા બગસરા અને ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થા આંબલા દ્વારા સુંદર આયોજન થયું છે. આગામી રવિવારે આંબલા ખાતે ભાવવંદના સાથે સ્નેહમિલનનો પ્રેરક ઉપક્રમ યોજાશે જેમાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠના ઋષિઓએ પ્રબોધેલા મૂલ્યો, વર્તમાન સમયમાં તેની વિશેષ પ્રસ્તુતતા અને આ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ક્રિયાન્વયન વિષય રાખવામાં આવેલ છે.
ભાવવંદના પરિસંવાદમાં વિવિધ સંસ્થાઓ અને કચેરીઓમાં ઉત્કૃષ્ટ કરી કરી રહેલા મહાનુભાવો ભાગ લેશે. અહી શ્રી ચૈતન્ય ભટ્ટ, શ્રી મુસ્તુખાન સુખ, શ્રી માવજી બારૈયા, શ્રી રવજી ગાબાણી, શ્રી રાઘવજી ડાભી, શ્રી ઋત્વિક મકવાણા, શ્રી બિંદુબા ઝાલા, શ્રી અમરસિંહ ગોહિલ, શ્રી વાસ્યાંગ ડાંગર તથા શ્રી ઝાહિદા સામનાણી તેમની પ્રસ્તુતિ કરશે.
ગ્રામદક્ષિણામૂર્તિ આંબલામાં આગામી રવિવાર તા.૯ના યોજાનાર આ ઉપક્રમમાં આયોજક સંસ્થાના વડાઓ શ્રી સુરશંગભાઈ ચૌહાણ તથા શ્રી દેવચંદ સાવલિયાના સંકલન સાથે શ્રી મહેન્દ્રભાઈ પાથર તથા શ્રી ગૌરાંગભાઈ વોરા વ્યવસ્થામાં જોડાયા છે.
Recent Comments