પોષણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત સાવરકુંડલા વિજપડી -૨ સેજા ના ખડસલી ગામે તમામ આંગણવાડી બહેનો દ્વારા મીલેટ વાનગી નિદર્શન યોજવામાં આવેલ હતું આ કાર્યક્રમનો ખાસ હેતુ એ હતો કે ભારત સરકાર દ્વારા ૨૦૨૩નાં વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ખાસ સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ ધાન્ય બાજરો, જુવાર અને રાગી વગેરેમાંથી વાનગી બનાવી તેનું પોષણ અને આરોગ્ય માટે મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ ધાન્યમાંથી રંગોળી બનાવી હતી જે લાભાર્થીઓનુ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન સાવરકુંડલા વિજપડી-૨ નાં મુખ્ય સેવિકા શ્રી ગીતાબેન આર.પટેલ દ્વારા કરવામાં આવેલ હતું સમગ્ર કાર્યક્રમમાં શ્રી કુલદીપભાઈ મહેતા બ્લોક કો ઓડીનેટર (NNM) અને કેયુરભાઈ રાવીય PES ઇન્ટ્રાક્ટર દ્વારા માર્ગદર્શકની ભૂમિકા ભજવવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા જ મિલેટનાં મહત્વ વિશે સ્પીચ આપવામાં આવેલ હતી તેમજ ગ્રામપંચાયત ખડસલીના સરપંચ શ્રી શિલ્પાબેન માલાણી પણ ઉપસ્થિત રહી તમામ કાર્યકર બહેનોને પ્રોત્સાહિત કરેલ હતા તેમજ સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો તે બદલ આઇ.સી.ડી.એસ.પરિવાર સાવરકુંડલા તરફથી તમામ બહેનોને અભિનંદન પાઠવવામાં આવેલ એમ ખડસલીથી અનિરૂધ્ધ ત્રિવેદીની એક યાદીમાં જણાવાયું હતું.


















Recent Comments