રાષ્ટ્રીય

આખરે ખુલ્યો જાણીતી સ્મોલ ફાઇનાન્સ બેંકનો IPO

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક તેનો ૈંર્ઁં લઈને આજથી રોકાણકારો પાસે આવી છે. આ બેંકનો ૈંર્ઁં આજે ૧૨ જુલાઈ ૨૦૨૩થી સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. તમે આ ૈંર્ઁંમાં ૧૪મી જુલાઈ સુધી અરજી કરી શકો છો. એવું માનવામાં આવે છે કે આ ૈંર્ઁં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં લિસ્ટ થશે. આ બેંકની શરૂઆત ૨૦૧૬માં થઈ હતી. આ બેંક અનેક પ્રકારની લોન આપે છે. આ બેંક સેલરી એકાઉન્ટ, સેવિંગ્સ એકાઉન્ટથી લઈને કરન્ટ એકાઉન્ટ, રિકરિંગ, ફિક્સ ડિપોઝિટ અને લોકર સુધીની સુવિધાઓ પણ પૂરી પાડે છે.
આ બેંક મુખ્યત્વે ગ્રામીણ અને બિન-શહેરી વિસ્તારોમાં કામ કરે છે. આ બેંક વાહન માટે લોનથી ઘર માટે લોન, વ્યવસાય માટે લોન આપે છે. આ બેંકના ૈંર્ઁંના કદની વાત કરીએ તો તેની કિંમત ૫૦૦ કરોડ રૂપિયા છે. આ વેચાણ માટે ઓફર નથી. રોકાણકારો આમાં ૬૦૦ સુધીના શેર માટે અરજી કરી શકે છે. ૭૫ ટકા અરજીઓ લાયક સંસ્થાકીય ખરીદદારો માટે અનામત રાખવામાં આવી છે જ્યારે ૧૫ ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને ૧૦ ટકા રિટેલ રોકાણકારો માટે છે.
નાણાકીય વર્ષ ૨૦૨૩ માં બેંકે ૨૮૦૪ કરોડ રૂપિયાની રેકોર્ડ આવક મેળવી છે, જ્યારે બેંકનો કુલ નફો ૪૦૪ કરોડ રૂપિયા છે. સ્મોલ ફાઇનાન્સ બેંક કેટેગરીમાં, ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકે ૨૦૧૯-૨૦૨૩ વચ્ચે ત્રીજી સૌથી ઝડપથી વિકસતી બેંકનો રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે. ૈંઝ્રૈંઝ્રૈં અને કોટક મહિન્દ્રા કેપિટલ લીટ મેનેજર તરીકે ર્ઝ્રઁ બેન્કના ૈંર્ઁંની દેખરેખ રાખે છે. બેંકનો પોર્ટફોલિયો ૩૧ માર્ચ, ૨૦૨૩ના રોજ કુલ ૧૩૯૫૭.૧૧ કરોડ રૂપિયાનો થઈ ગયો છે. તે ૩૧ માર્ચ ૨૦૨૧ના રોજ ૮૪૧૫.૬૬ કરોડ રૂપિયા હતો. બેંકમાં લોન વિતરણની વાત કરીએ તો ૨૦૨૨-૨૩માં તે વધીને ૧૨૪૪૨.૮૯ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે ૨૦૨૦-૨૧માં ૫૯૧૪.૦૧ કરોડ રૂપિયા હતી.

Related Posts