ભાવનગર

આગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં હથિયારબંધી અંગે જાહેરનામું બહાર પડાયું

આગામી ઓકટોબર-૨૦૨૪/નવેમ્બર-૨૦૨૪ ના માસ દરમ્યાન તા.૧૧/૧૦/૨૦૨૪ ના -દુર્ગાષ્ટમી તા. ૧૨/૧૦/૨૦૨૪ ના વિજયાદશમી(દશેરા), તા.૧૭/૧૦/૨૦૨૪ ના શરદપુર્ણિમા, તા.૨૦/૧૦/૨૦૨૪ ના સંકષ્ટ ચતુર્થી, તા.૨૮/૧૦/૨૦૨૪ ના વાઘ બારસ, તા.૨૯/૧૦/૨૦૨૪ ના ધનતેરસ, તા.૩૦/૧૦/૨૦૨૪ ના કાળી ચૌદશ, તા.૧/૧૧/૨૦૨૪ ના દિવાળી, તા.૨/૧૧/૨૦૨૪ ના નુતન વર્ષ, તા.૩/૧૧/૨૦૨૪ ના ભાઇબીજ તથા તા.૬/૧૧/૨૦૨૪ ના લાભ પાંચમ વિગેરે તહેવારો ઉજવનારા છે.

 આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમિયાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલાં લેવા અનિવાર્ય જણાતાં, સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુંહાડી, ધારીયા.તલવાર,ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ,લોખંડના પાઈપ,ભાલા વિગેરે જેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ. તે માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી,ભાવનગરના પત્ર થી દરખાસ્ત રજુ થયેલ છે. જે અનુસાર જાહેર શાંતિ અને સલામતી જાળવવા સારુ જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાય છે.અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ,ભાવનગર જિલ્લો, ભાવનગર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૭(૧) તળે મને મળેલ અધિકારની રૂઈએ ફરમાવું છું કે નીચેના પરિશિષ્ટમાં દર્શાવેલ વિસ્તારમાં તા.૧૦/૧૦/૨૦૨૪ થી તા.૦૮/૧૧/૨૦૨૪ (બંને દિવસો સહિત) સુધી કોઇએ :-

(ક) શસ્ત્ર, દંડા, તલવાર, છરી, કુહાડી, ધારીયા, ગુપ્તી. કુંડેલીવાળી લાકડીઓ લોખંડના પાઈપ, ભાલા તથા બંદુક, લાઠી અથવા શારીરીક ઈજા પહોંચાડી શકે તેવું કોઇપણ સાધન લઇ જવું નહીં.

(ખ) કોઈ પણ ક્ષયકારી અથવા સ્ફોટક દારૂગોળો વિગેરે પદાર્થો લઈ જવા નહીં

(ગ) પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા વસ્તુ ફેંકવા કે ધકેલવાના યંત્રો સાથે લઇ જવા નહીં તેમજ સભા/સરઘસની મંજુરી આપનાર સક્ષમ અધિકારીશ્રીની મંજુરી લીધા વગર સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી નહિ.

(ધ) મનુષ્ય અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહીં કે બાળવા નહીં

(ચ) અપમાની કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સૂત્રો પોકારવા નહીં. ગીતો ગાવા નહી અને ટોળામાં ફરકવું નહીં.

(છ) પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપીંગ મોલ કે સિનેમા હોલ કે ઓડીટોરીયમ કે નાટયગૃહ તથા ટાઉન હોલમાં પ્રવેશવું નહીં.

ભાવનગર જિલ્લાનો સમગ્ર વિસ્તાર

આ જાહેરનામું નીચેની વ્યક્તિઓને લાગુ પડશે નહિ.

(૧) ફરજ પરના અધિકારીઓ કે કર્મચારીઓ કે હોમગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો કે જેમને ફરજ નિમિત્તે હથિયાર રાખવાની આવશ્યકતા હોય તેને તેમજ સરકારી અધિકારી/કર્મચારી હથિયાર ધરાવતા હોય તેને

(૨) જેઓને શારીરિક અશકિતને કારણે લાઠી રાખવાની પરવાનગી આપેલ હોય તેને

(૩) પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રીથી ઉત્તરતા દરજજાના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને.

(૪) પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજાને

(૫) યજ્ઞોપવિત અપાતુ હોય તેવા બડવાઓને દંડ રાખેલ હોય તેને

(૬) પોલીસ અધિક્ષકશ્રી અગર તો તેઓશ્રીએ નિયુકત કરેલ અધિકારીશ્રીની કાયદેસરની પરવાનગી મેળવેલ વ્યક્તિને

(૭) કિરપાણ રાખેલ શીખને

(૮) જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અથવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ આ અર્થે ખાસ અધિકૃત કરે તેવી બીજી કોઈ વ્યક્તિને

આ જાહેરનામાનો કોઈ ખંડનો ભંગ અથવા ઉલ્લંધન કરનારને ઓછામાં ઓછી ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા અને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબની દંડની પણ સજા થશે.

-જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા ફોજદારી કામ માંડવા માટે ફરજ પરના કોઈપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.-

Related Posts