fbpx
અમરેલી

આગામી ૨ ઓક્ટોબર સુધી જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન યોજાશે

રમત ગમત વિભાગ દ્વારા દેશભરમાં વ્યક્તિગત તંદુરસ્તીને પ્રોત્સાહન આપવા માટે ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત અનેક પ્રવૃતિઓ અને ઝુંબેશની યોજના બનાવી છે. સમગ્ર દેશમાં આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી ચાલુ છે એવામાં આપણા અમરેલી જિલ્લામાં પણ તા.૧૨/૦૮/૨૦૨૧ થી તા.૦૨/૧૦/૨૦૨૧ દરમિયાન ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાના વધારેમાં વધારે લોકોને તેમના સમય અને અનુકૂળતા અનુસાર ભાગ લેવા માટે પ્રોત્સાહિત  કરવાના લક્ષ્ય સાથે આ આયોજન કરવામાં આવ્યું છે. તો આઝાદી કા અમૃત મહોત્સવનાં આ કાર્યક્રમમાં બહોળા પ્રમાણમાં જાહેર જનતા જોડાય એવી રમત ગમત વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Follow Me:

Related Posts