રાષ્ટ્રીય

આજના જમાનામાં તરૂણો અને યુવાનો થઈ રહ્યા છે ઈન્ટરનેટ એડીક્શનના શિકાર

કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષણ અને ઈન્ટરનેટના વધેલા વ્યાપના કારણે આજે નાના બાળકોથી માંડી તરૂણો અને ખાસ કરીને યુવાઓ ઈન્ટરનેટ એડીક્શનથી પીડાઈ રહ્યા છે . એક તબક્કે જમવાનું નહિ હોય તો ચાલી જશે પણ હાથમાં ફોન અને તેમાં ઈન્ટરનેટ તો જોઈએ જ આ માનસીકતા ઘર કરી ગઈ છે. જેની જીવન પર નકારાત્મક અસરો થઈ રહી છે. વાલીઓની સમજાવટ છતાં ઈન્ટરનેટ અને મોબાઈલની લત દૂર થવાનું નામ લેતી નથી ઉલટાનું વળગણ વધી રહ્યું છે . હાલમાં જ્યારે પરિક્ષાનો દોર ચાલી રહ્યો છે . ત્યારે વાલીઓને પણ આ ચિંતા સતાવી રહી છે . ભુજના જાણીતા સાયકોલોજીસ્ટ ડો.ગૌરાંગ જોષીએ આ બાબતે પ્રકાશ પાડતા જણાવ્યું કે , હાલમાં મોટાભાગના બાળકોથી માંડી ટીનેજર્સ અને યુવાઓને ઈન્ટરનેટ એડીક્શન થઈ ગયું છે. તેઓ ઘરેથી બહાર જાય અથવા તો કોઈ જાહેર સ્થળોએ હોય ત્યારે સતત ફોનમાં કે લેપટોપમાં સોશ્યલ મીડિયામાં એક્ટિવ રહેતા હોય છે. સર્વે પ્રમાણે , તરુણો અને યુવાઓ દરરોજ સરેરાશ 6 થી 9 કલાક સુધી ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે . કોવિડ પહેલા 2019 માં મોબાઈલનો ઉપયોગ માત્ર 9 થી 13 ટકા હતો જે હવે વધીને 78 ટકાની આસપાસ પહોંચી ગયો છે . જો તેની પાસેથી મોબાઈલ અથવા ગેજેટ લઈ લેવામાં આવે તો તે બેબાકળા અને બેચેન બની જાય છે. નોંધપાત્ર બાબત એ છે કે મોબાઇલ તથા સોશીયલ મીડિયા એડીકસનના કેસોનું ફીમેલમાં વધુ પ્રમાણ છે .

Related Posts