હમણાં થોડા દિવસ પહેલાં જ સાવરકુંડલા શહેરમાં કબીર ટેકરી આશ્રમ ખાતે કબીર ટેકરી મહંત શ્રી નારાયણદાસ સાહેબના જન્મદિવસ પ્રસંગની ઉજવણી તથા સાવરકુંડલાના લબ્ધપ્રતિષ્ઠિત લેખક સુધીરભાઈ મહેતા લિખિત વાર્તાસંગ્રહ ખરડુંનો વિમોચન પ્રસંગ . આ સંદર્ભે અમરેલી સ્થિત ગદ્ય સાહિત્ય સેતુ દ્વારા એક નાટક રજુ કરવામાં આવેલ છોકરા રમાડવા સહેલાં નથી..!! હા, વાત તો સાચી છે પરંતુ એ માટે બાલ્યકાળનું સંવર્ધન કરવા માટે પણ હવે કૌશલ્ય અને સમય ફાળવતાં શીખવું પડશે.
આમ તો દરેક વ્યક્તિને પોતાના બાળપણને ભોગવવાનો અબાધિત અધિકાર છે. અને કોઈને કોઈ તબક્કામાં આપણે પણ આ યંત્રણામાંથી પસાર થઈ ચુક્યા છીએ.. પરંતુ સમય અને સમાજનાં પરિવર્તનમાં આપણી દ્રષ્ટિ અને સૃષ્ટિ બદલાતી રહે છે. અને પછી શરૂ થાય છે બાળસંભાળના સેમિનારોનું શિક્ષણ…!! પરંતુ જેમ ગુરુત્વાકર્ષણનો નિયમ સમજાય એટલે ઘોડા પર ” બેસવાનું ન આવડી જાય. તેના માટે વ્યવહારું અને પ્રાયોગિક શિક્ષણની સમજ પણ કેળવવી પડતી હોય છે.
જેમ સાયકલ ચલાવતા શીખવા માટે બે ચાર પડવું કે પગ કે ઘુંટણનું છોલાવુ આવશ્યક હોય કંઇક તેવી જ રીતે. વાલીઓએ પણ પોતાના બાળકો સાથે ઈન્ટરેકશન આવશ્યક હોય છે. સામાન્ય રીતે આપણે જોઈએ. છીએ કે પોતાનું જ બાળક વાલીનું માનતું નથી, મોબાઈલ કે ડીઝીટલ ઉપકરણોનો આગ્રહ રાખે છે.. આ પાછળનું રહસ્ય આજની આર્થિક, સામાજિક અને મનોવૈજ્ઞાનિક સમજ હોઈ શકે. પરંતુ સમય અને સંજોગના પરિપેક્ષને લક્ષમાં લેતાં નથી અને સર્જાય છે સમસ્યા અને ફરિયાદોની હારમાળા. મારું બાળક અમારું માનતું નથી, વારંવાર જૂઠું બોલે છે, રમકડાંની તોડફોડ કરે છે. સતત નવી ચીજવસ્તુઓનો આગ્રહ રાખે છે, મારધાડ અને હીંસામાં આનંદ પ્રાપ્ત કરે છે. મિત્રોની સાથે વાદવિવાદ અને ચડસા ચડસી કરે છે.
શાળામાં આપેલું ગૃહકાર્ય અડધું તો વાલીઓ પાસે જ કરાવે છે. નિશ્ચિત શાળા અને નિશ્ર્ચિત શિક્ષક પાસે જ ટયુશનમાં જવાનો આગ્રહ રાખે છે. લંચબ્રેક સમયે વિવિધ પ્રકારના જ ફાસ્ટ ફૂડ, નૂડલ્સ, તળેલાં ભૂંગળાં, પીઝા, ભેળ કે ચાઈનીઝ, ઇટાલિયન ફુડ ખાય છે.શાક રોટલી કે દાળ-ભાત કે કાચા સંભારને સ્પર્શ સુધ્ધાં કરતાં નથી અને જો વધુ આગ્રહ કરીએ તો નાકનું ટીચકું ચડાવી રીસાઈ જાય છે.. સામાન્ય રીતે આવાં ફાસ્ટ ફુડમાં રહેલ નાઈટ્રોજનની માત્રા બાળકોના માનસિક વિકાસમાં અવરોધક સાબિત થાય છે. અને સ્મૃતિદોષની બિમારીની એક નવી સમસ્યા નોતરે છે. આવાં જ ખાનપાનને લીધે બાળકમાં વહેલી ઉંમરે પુખ્તતાનો એક નવો વળાંક આવે છે જે તે નથી સમજી શકતું નથી કહી શકતું. આપણે સંદર્ભ તો આપણાં બાળપણનો લઈએ છીએ. અને એ ભવ્ય સમયને યાદ કરીએ છીએ કે કેવાં બિન્દાસ ગામ કે શહેરની ગલીઓમાં રમતાં, ગધેડાની પૂંછડીએ ફટાકડાં કે ડબ્બો બાંધીને કેવાં ગધેડાને દોડાવતાં અને એ દુર્ઘટનામાં ક્યારેય આપણે તો ક્યારેક સમાજના અન્ય સભ્યો પણ હડફેટે ચડતાં. આ બધું બાળસહજ ભાવે અવાર નવાર બનતું અને જેમ કાનુડાંની રાવ ગોપીઓ મા યશોદાને કરતી તેવી જ રીતે પાડોશીઓ પણ આપણી રાવ કરિયાદ લઈને આવે ત્યારે છૂપાઈ જતાં એ બાલ્યભાવ કેવા નિર્દોષ લાગે..!!
Recent Comments