અમરેલી

કુંકાવાવના દેવગામ ખાતે નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ સ્વચ્છોત્સવમાં સહભાગી બની મહાશ્રમદાન કર્યું

“સ્વચ્છતા હી સેવા અભિયાન – ૨૦૨૫” અંતર્ગત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયાએ કુંકાવાવના તાલુકાના દેવગામ ખાતે સ્વચ્છોત્સવમાં સહભાગી બની ગ્રામજનો સાથે મહાશ્રમદાન કર્યું હતું. 

આ સાથે કર્મભૂમિ ડેવલોપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પણ ગ્રામજનોએ લાભ લીધો હતો.

દેવગામ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સદસ્યશ્રીઓ સહિતના હોદ્દેદારો ઉપરાંત સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણનો સ્ટાફ સહિત ગ્રામજનો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા અને સ્વચ્છતા માટેના શપથ પણ લીધા હતાં. આ તકે અગ્રણીઓ અને ગ્રામજનો સાથે મળીને ગામના રામજી મંદિર, જાહેર માર્ગો અને સ્થળોની સાફ સફાઈ કરી મહાશ્રમદાન કર્યું હતું.

Related Posts