fbpx
અમરેલી

આજરોજ સાવરકુંડલા શહેર ભાજપ અનુજાતિ મોરચા દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની ૬૭ મી મહાનિર્વાણ દિવસની શ્રધ્ધાંજલી ઉજવણી કરવામાં આવી.

આપણા સંવિધાનના નિર્માતા મહિલાઓ, શોષિતો, પીડીતો, દલિતો, ઓબીસી અને લઘુમતી ઉદ્ધારક એવા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની આજે ૬૭ મી મહાનિર્વાણ દિવસની શ્રદ્ધાંજલિ ઉજવણી સાવરકુંડલા શહેર ભાજપ અનુજાતિ મોરચા દ્વારા કરવામાં આવેલ હતી.આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપ અનુજાતિ મોરચાના અધ્યક્ષ શ્રી કેશુભાઈ વાઘેલા, ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી શ્રી અરવિંદભાઈ મેવાડા, રામદેવપીર મંદિર વિશ્રામ ભગતની જગ્યાના મહંતશ્રી અરવિંદબાપુ, સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી,  તાલુકા ભાજપના પ્રમુખશ્રી જીવનલાલ વેકરીયા, સાવરકુંડલા શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ વાઘેલા,  મંત્રીશ્રી હર્ષદભાઈ પરમાર, સાવરકુંડલા શહેર ભાજપ અનુજાતિ મોરચાના પ્રમુખ શ્રી હસુભાઈ ખેતરીયા, મહામંત્રી શ્રી લલિતભાઈ મારૂ, ઉપાધ્યક્ષ શ્રી રમેશભાઈ વેગડા, મંત્રી  શ્રી જયંતીભાઈ હેલૈયા, નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રતીક નાકરાણી, ચેરમેન શ્રી અશોકભાઈ ચૌહાણ,  દબાણ સમિતિના ચેરમેન શ્રી કેશુભાઈ બગડા, નગરપાલિકાના સદસ્ય શ્રી હસુભાઈ ચાવડા, નીતિનભાઈ હેલૈયા, કિશોરભાઈ બુહા, સાવરકુંડલા વકીલ મંડળના પ્રમુખ શ્રી ભાવેશભાઈ હરસોરા, સુરેશભાઈ રાઠોડ, રમેશભાઈ રાઠોડ, ભુપતભાઈ રાઠોડ, જયંતીભાઈ હેલૈયા, બાબુભાઈ રાઠોડ, દીપકભાઈ મારૂ, જગદીશભાઈ સરવૈયા, હાદાભાઈ વાળા, ધીરજભાઈ મારૂ, વિશાલભાઈ મારૂ, ક્રિશભાઈ મારૂ, ઉમેશભાઈ વિંઝુડા યુનુસભાઈ જાદવ, મહેબુબભાઇ કાદરી, મોહનભાઈ પરમાર, કિશોરભાઈ બગડા તેમજ અનુસૂચિત જાતિના અને સમગ્ર શહેરના નામી અનામી કાર્યકર્તા ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા, આ સાવરકુંડલા શહેર ભાજપ અનુજાતિ મોરચાના મહામંત્રી શ્રી લલીતભાઈ મારૂની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts