આજીવન ”ગુરૂ” એવા એમ.જી. જોષી સાહેબે ૮૦ વર્ષ પુરા કર્યા નિમિત્તે અભિવાદન કરતાં ડો. કાનાબાર અને પી.પી. સોજીત્રા
ગાયકવાડના સમયથી અમરેલી સૌરાષ્ટ્રમાં શિક્ષણનું એક મોટું ”હબ” રહયું છે. કમાણી ફોરર્વડ હાઈસ્કુલ અને કે.કે. પારેખ નૂતન સ્કુલ તેમજ કમાણી સાયન્સ કોલેજ અને પ્રતાપરાય આર્ટસ કોલેજ જેવી શિક્ષણ સંસ્થાઓમાંથી તૈયાર થયેલ અનેક વિદ્યાર્થીઓ આજે માત્ર અમરેલીમાં જ નહિં પણ રાજયમાં અને દેશમાં વિવિધ ક્ષેત્રે ખુબજ આગળ વધેલા છે. આ બધી સંસ્થાઓમાં એકાદ–બે શિક્ષક/પ્રોફેસર એવા હોય કે જેમની નિષ્ઠા અને તપશ્ચર્યાને કારણે સંસ્થાની શાખ જળવાઈ રહી હોય છે.
અમરેલીની આવી જ એક પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા કે.કે. પારેખ નૂતન સ્કુલમાં પૂર્વ પ્રિન્સીપાલ એમ.જી. જોષી સાહેબ સંસ્થાના પ્રાણ સમાન હતા. જેમના કાર્યકાળમાં સંસ્થાએ અમરેલીના શિક્ષણ જગતમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. એમ. જી. જોષી સાહેબ નીચે તૈયાર થયેલ અનેક વિદ્યાર્થીઓ આજે બીઝનેસમાં તથા સામાજીક અને રાજકીય ક્ષેત્રે ખુબજ આગળ વધેલા છે.
આવા નિષ્ઠાવાન શિક્ષક અને આજીવન ”ગુરૂ” એવા એમ. જી. જોષી સાહેબે હમણાં જ જીંદગીના ૮૦ વર્ષ પુરા કર્યા છે. તેમણે આપેલ પ્રદાન માટે, અનુકંપા ટ્રસ્ટ વતી શ્રી પી.પી. સોજીત્રા, ડો. ભરતભાઈ કાનાબાર, વિપુલ ભટૃી, ચેતનભાઈ રાવળ તથા તુલસીભાઈ મકવાણાએ શાલ અને પુષ્પગુચ્છથી અભિવાદન કર્યુ હતું.
Recent Comments