આજી નદીમાં ઘોડો ડૂબતા બચાવાયો, ૩૦ મિનિટ સુધી ચાલ્યું રેસ્ક્યુ ઓપરેશન
જિલ્લાની આજી નદીમાં અચાનક ઘોડો ડૂબી જવાની ઘટના સામે આવી હતી. ઘોડો આજી નદીમાં હોવાની જાણ નજીકમાં આવેલા રાજેશ્વર મંદિરના મહંતને થઇ હતી. તેમના દ્વારા તાત્કાલિક વિસ્તારના આગેવાનોને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
ઘોડાને નદીમાંથી બહાર કાઢવા માટેનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું. જે અંદાજે ૩૦ મિનિટ સુધી ચાલ્યું હતું. ફાયર વિભાગ દ્વારા ૩૦ મિનિટના રેસ્ક્યુ પછી ઘોડાને સહી સલામત રીતે ફરી બહાર કાઢવામાં આવ્યો હતો. પરંતુ આજી નદીમાં ઘોડો ડૂબવાની ઘટના સામે આવતા સૌ કોઇ આશ્ચર્યચકિત થયા હતા.
આજી નદીમાં ઘોડો ડૂબ્યાની વાત સામે આવતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ ઘોડાને હેમખેમ રીતે બહાર કાઢવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જે અંદાજે ૩૦ મિનિટ કરતાં વધારે સમય ચાલ્યુ હતું. જેમાં ઘોડાને હેમખેમ રીતે આજી નદીના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઘોડાને કોઈ મોટી ઈજા થઇ ન હતી. પરંતુ નદીમાં ઘોડો ડૂબવાની ઘટના સામે આવતાં આજી નદી કિનારે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
આજી નદીમાંથી ઘોડો બહાર રેસ્ક્યુ કરતા સમયે ફાયર વિભાગનો શૈલેષ ખોખર નામના કર્મચારીને કેમિકલની અસર શરીર પર જાેવા મળી હતી. જેના કારણે તેને શરીરમાં ખંજવાળ ઊપડી હતી. જેને લઇને આ કર્મચારીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ કર્મચારીની તબિયત પણ સારી હોવાનું માનવામાં આવે છે. જ્યારે આજી નદીમાંથી હેમખેમ રીતે ઘોડો બહાર કાઢવામાં આવતા વિસ્તાર વાસીઓમાં પણ ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો.
Recent Comments