fbpx
ધર્મ દર્શન

આજે આમલકી એકાદશી: આ ઉપાયો કરશો તો ખુલી જશે નસીબના દ્રાર

આજ રોજ ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં યોજાતી ખાસ અગિયારસ  છે. આ એકાદશીને આમલકી એકાદશી પણ કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ અગિયારનું ધાર્મિક મહત્વ ખૂબ રહેલું છે.

આ દિવસે તમે આ ખાસ ઉપાયો કરો છો તમને જીવનમાં અનેક જગ્યાએ સફળતા મળે છે અને સાથે ઘરમાં પડતી પૈસાની તકલીફ પણ દૂર થાય છે. દરેક અગિયારસ અને પૂનમનું શાસ્ત્રો અનુસાર અનેરું મહત્વ રહેલું હોય છે. આ માટે તમે પણ આજના દિવસે ભૂલ્યા વગર આ ઉપાયો કરો.

  • શાસ્ત્રો અનુસાર અગિયારસ કરવાનું ખૂબ મહત્વ રહેલું છે.
  • આ અગિયારસે તમે ભૂલ્યા વગર 21 તાજા પીળા ફૂલની માળા બનાવો અને પછી આ ફુલની માળા ભગવાન વિષ્ણુને અર્પિત કરો. ત્યારબાદ વિષ્ણુ ભગવાનને દૂધ કે માવામાંથી બનેલી મીઠાઇનો ભોગ ધરાવો. આ ઉપાય કરવાથી તમને જીવનમાં પડતી અનેક મુશ્કેલીઓ દૂર થાય છે અને સાથે ઘરમાં પોઝિટિવિટી આવે છે.
  • આ અગિયારસના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિવસે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા એકાક્ષી નારિયેળ અર્પણ કરો. આ ઉપાય કરવાથી તમારા નસીબના દ્રાર ખુલી જાય છે અને તમને માનસિક શાંતિ મળે છે. જો તમારા ઘરમાં બહુ કંકાશ થતો હોય તો તમારે આ ઉપાય અચુક કરવો જોઇએ.
  • આમલકી એકદાશીના દિવસે આમળાનું ખૂબ મહત્વ રહેલું છે. ભૂલ્યા વગર આ અગિયારસે આમળાના ઝાડની પૂજા કરો અને સાથે જળ પણ ચઢાવો. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં પોઝિટિવિટી આવે છે અને નેગિટિવિટી બહાર ફેંકાઇ જાય છે
Follow Me:

Related Posts