આઝમ ખાનને રાહત નહીં, સજા વિરુદ્ધ અપીલ કોર્ટે નકારી
સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને કોર્ટમાંથી રાહત મળી નથી. રામપુરની સેશન કોર્ટે આઝમ ખાનને મળેલી ત્રણ વર્ષની સજા વિરુદ્ધ કરવામાં આવેલી અપીલને નકારી દીધી છે. આ અપીલની સાથે રામપુર પેટાચૂંટણીનો રસ્તો સાફ થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે બુધવારે સપા નેતા આઝમ ખાનની રામપુર સદર સીટ માટે ૧૦ નવેમ્બરે જારી થનારી પેટાચૂંટણીના નોટિફિકેશનને એક દિવસ પહેલા રોકી દીધુ હતું. સુપ્રીમ કોર્ટે સેશન કોર્ટને આદેશ આપ્યો હતો કે સજા વિરુદ્ધ આઝમ ખાનની અપીલ પર ગુરૂવાર એટલે કે ૧૦ નવેમ્બરે સુનાવણી કરવા અને તે દિવસે ર્નિણય કરવાનું કહ્યું હતું. શું છે સમગ્ર મામલો એ જાણો?… આઝમ ખાનને ૨૦૧૯માં નોંધાયેલા ભડકાઉ ભાષણના એક કેસમાં દોષી ઠેરવતા એમપીએમએલએ કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી હતી.
સજાના આગામી દિવસે આઝમ ખાનની સીટ ખાલી જાહેર થઈ હતી. ત્યારબાદ ચૂંટણી પંચે રામપુરમાં ચૂંટણીની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ આઝમ ખાન સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. આઝમ ખાને સુપ્રીમ કોર્ટે અરજી દાખલ કરી કહ્યું કે તેમને અપીલની તક આપવામાં આવી નહીં અને સીટ ખાલી જાહેર કરતા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આઝમની અરજી પર સુપ્રીમ કોર્ટે તેમને સેશન કોર્ટમાં અપીલની તક આપી હતી. સેશન કોર્ટને અપીલ પર ચુકાદો આપવાનો નિર્દેશ પણ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો.
Recent Comments