આતંકવાદને જડબાતોડ જવાબ આપવો તે અમારી પ્રાથમિકતા : ભારતીય વિદેશ મંત્રી
શનિવારે દિલ્હીમાં યૂએનએસસીની કાઉંટર ટેરરિઝ્મની બેઠકમાં વિદેશ મંત્રી જયશંકરે ફરી એક વાર પાડોશી દેશ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. જયશંકરે કહ્યું કે, આતંકવાદને ટક્કર આપવી અમારી પહેલી પ્રાથમિકતા. આ અગાઉ આઈબી અધિકારીઓએ પાકિસ્તાનને લઈને સનસનીખેજ દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી હટાવ્યા બાદ ભારતમાં આતંકી હુમલાની સંભાવના વધી ગઈ છે. યૂએનએસીમાં જયશંકરે આતંકવાદી ગતિવિધિઓ માટે અલગ અલગ ટેકનિકનો ઉપયોગથી ઊભા થઈ રહેલા ખતરાને લઈને ચેતવણી આપી હતી. બેઠકને સંબોધન કરતા વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એક વાર પાકિસ્તાન પર ટાર્ગેટ કર્યો હતો. આ અગાઉ શુક્રવારે મુંબઈની તાજ હોટલમાં આયોજીત યૂએનએસસીની કાઉંટર ટેરરિઝ્મની બેઠકમાં જયશંકરે પાક પ્રાયોજીત આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો.
કહ્યું હતું કે, ૧૪ વર્ષ પહેલા પાકિસ્તાનની ધરતીથી મુંબઈને સળગાવ્યું હતું. આજથી અમારો ટાસ્ટ પુરો થયો નથી. હાલમાં પણ અસલી ષડયંત્ર કર્તા પકડાયા નથી. શનિવારે ફરી એક વાર જયશંકરે આતંકવાદ પર સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, છેલ્લા બે દાયકામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના મહત્વપૂર્ણ પ્રયાસો છતાં આતંકવાદનો ખતરો સતત વધી રહ્યો છે. જયશંકરે કહ્યું કે, નવી ટેકનોલોજીના ઉપયોગથી આતંકવાદ સતત ફુલ્યો ફાલ્યો છે. તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે છેલ્લા ૨ દાયકામાં આ ખતરના નિવારણ માટે મુખ્ય રીતે આતંકવાદ વિરોધી પ્રતિબંધ વ્યવસ્થાની આસપાસ નિર્મિત એક મહત્વની વાસ્તુકલા વિકસાવી છે. આ એ દેશો માટે અત્યંત પ્રભાવી રહી છે, જેમણે આતંકવાદને પોતાના નાણાકીય પોષિત ધંધામાં ફેરવી નાખ્યા છે.
Recent Comments