આતંકીઓએ આપી ધમકીનો વીડિયો કર્યો વાયરલ, ‘કાશ્મીરમાં જે જમીન ખરીદશે તેને ઠાર કરીશું’
જમ્મુ-કાશ્મીરમાં આગામી સમયમાં જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે. સુરક્ષા એજન્સીઓ કાશ્મીરમાં શાંતિ અને સુલેહ-શાંતિ સ્થાપિત કરવા અને આતંકવાદીઓ અને બદમાશોનો સામનો કરવા માટે એજન્સીઓ સંપૂર્ણ રીતે તૈયાર છે. વધુમાં વધુ લોકોને કાશ્મીરમાં સ્થાયી થવા માટે પ્રોત્સાહિત કરવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. આવા સમાચારો વચ્ચે આતંકવાદી સંગઠનો દ્વારા લોકોને ડરાવવા અને ધમકાવવા જેવા વીડિયો પણ જાહેર કરવામાં આવી રહ્યા છે . કાશ્મીર ટાઈગર્સ નામના આતંકી સંગઠનનો લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે. આતંકવાદી સંગઠન કાશ્મીર ટાઈગર્સે ધમકી આપી છે કે જે લોકોને કાશ્મીરમાં કાશ્મીરી ડોમિસાઈલ મળશે તેઓને મારી નાખવામાં આવશે. વીડિયોમાં એક આતંકી પોતાનું નામ મુફ્તી અલ્તાફ હુસૈન કાસમી જણાવી રહ્યો છે. તે વીડિયોમાં કહી રહ્યો છે કે ભારત કાશ્મીરમાં હિન્દુ લોકોને વસાવવા માંગે છે.
વીડિયોમાં તેણે એવા લોકોને મારી નાખવાની ધમકી પણ આપી છે જે કાશ્મીરમાં જમીન ખરીદશે અને કાશ્મીરી લોકોને ધમકી આપી છે કે જાે કોઈ કાશ્મીરી બહારના વ્યક્તિને જમીન વેચશે તો તેને પણ મારી નાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય તપાસ એજન્સી (દ્ગૈંછ)એ લશ્કર-એ-તૈયબાના ચાર મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ વિશે માહિતી માંગતું પોસ્ટર જારી કર્યું છે. પુલવામા અને અન્ય શહેરોમાં ૧૦-૧૦ લાખના ઈનામ સાથે ચાર આતંકવાદીઓના પોસ્ટર ચોંટાડવામાં આવ્યા છે. આ તમામ આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં લશ્કરના આગળના આતંકવાદી સંગઠન ્ઇહ્લની આતંકવાદી ગતિવિધિઓમાં વોન્ટેડ છે. આતંકવાદ સંબંધિત કેસમાં વોન્ટેડ ચાર લોકો આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (્ઇહ્લ) ચલાવતા બે પાકિસ્તાની નાગરિકો અને બે સ્થાનિક આતંકવાદીઓ છે.
જે બે પાકિસ્તાની આતંકવાદીઓના પોસ્ટર જારી કરવામાં આવ્યા છે તેમની ઓળખ સલીમ રહેમાની ઉર્ફે અબુ સાદ નિવાસી નવાબ શાહ સિંધ પાકિસ્તાન અને સૈફુલ્લાહ સાજીદ જાટ ગામ શાંગમંગા પંજાબ પાકિસ્તાન તરીકે થઈ છે. દ્ગૈંછએ કહ્યું છે કે આ આતંકવાદીઓ વિશે માહિતી આપનાર વ્યક્તિને ૧૦ લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. તેમજ બાતમી આપનારની માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. આ માટે દ્ગૈંછએ એક ટેલિફોન નંબર તેમજ એક વ્હોટ્સએપ નંબર જારી કર્યો છે જેના પર આવી માહિતી શેર કરી શકાય છે.
Recent Comments