પ્રભાસ અને ક્રિતી સેનન અભિનીત આદિપુરુષનાં બંને ટ્રેલરને દર્શકોએ સારો આવકાર આપ્યો છે. ૧૬ જૂનનાં રોજ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. એક અહેવાલ પ્રમાણે નેશનલ ચેઇન ધરાવતા થિયેટરોમાં ફિલ્મનાં હિન્દી વર્ઝનની ૩૯,૦૦૦થી વધુ ટિકિટોનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. પ્રાથમિક અંદાજ પ્રમાણે આ ફિલ્મ ઓપનિંગ વીક એન્ડમાં રૂ. ૧૦૦ કરોડની કમાણી કરે તેવી શક્યતા છે. ફિલ્મ રૂ. ૫૦૦ કરોડથી પણ વધુનાં બજેટમાં બની હોવાથી ફિલ્મ અંગેની ઉત્સુકતા વીકએન્ડ બાદ પણ ટકી રહેશે તો જ બજેટ રીકવર થઈ શકશે. પિન્કવિલાનાં અહેવાલ પ્રમાણે પીવીઆરમાં ૧૮,૫૦૦, આઇનોક્સમાં ૧૨,૫૦૦ અને સિનેપોલિસમાં ૮,૦૦૦ ટિકીટો વેચાઇ છે. કોરોના મહામારી બાદ પઠાણ અને બ્રહ્માસ્ત્રને સૌથી વધુ ઓપનિંગ મળ્યું હતું. આદિપુરુષ આ બંનેની સ્પર્ધામાં છે. જાે આ જ ગતિએ બુકિંગ ચાલુ રહેશે તો તે ઓલ ઇન્ડિયા ઓપનિંગનાં પઠાણનાં રૂ. ૫૭ કરોડનાં આંકને વટાવે તેવી શક્યતા છે. જુન અને જુલાઇમાં આદિપુરુષ ગોલ્ડન રનનો લાભ લઈ શકે છે. ૨૯ જૂને કાર્તિક અને કિયારાની ‘સત્યપ્રેમકી કથા’ અને ૨૮ જુલાઇએ રણવીર અને આલિયા ભટ્ટની ‘રોકી ઔર રાની’ની પ્રેમ કહાની રિલીઝ થઈ રહી છે. આંધ્રપ્રદેશ સરકારે ફિલ્મની ટિકીટ દીઠ રૂ.૫૦નો વધારો કરવાની મંજૂરી આપી છે.
આદિપુરુષ ફિલ્મની હિન્દી વર્ઝનની ૩૯,૦૦૦થી વધુ ટિકિટોનું એડવાન્સ બુકિંગ થઈ ગયું

Recent Comments