સાવરકુંડલા – લીલીયાનાં વિસ્તારના લીલીયા ગામે જાહેર રોડ રસ્તા પર ગટરગંગાના પાણી વહી રહ્યાં છે અને આવા પ્રાણપ્રશ્રનોનું સંજ્ઞાન લેનાર કોઈ જોવા મળતું ન હતું તેવા આ કટોકટીના સમયે સાવરકુંડલા લીલીયાના આમ આદમી પાર્ટીના નેતા ભરતભાઈ નાકરાણીએ લોકોની આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે હવે મેદાનમાં ઉતાર્યા છે. આમ તો લીલીયા પંથકમાં છેલ્લાં કેટલાક સમયથી જાહેર રોડ રસ્તા ઉપર ગટરગંગા વહી રહી છે, અનેક વેપારીઓ અને નાનામોટા ધંધાર્થીઓ ખુબજ હાલાકી ભોગવવી રહ્યાં છે.
ત્યારે સાવરકુંડલા આમ આદમી પાર્ટીનાં લોકપ્રિય નેતા ભરતભાઈ નાકરાણી લીલીયા લોકોનાં વ્હારે આવ્યા અને જવાબદાર અધિકારીઓ અને ત્યાંના કહેવાતાં નેતાની સામે આકરાં પાણીએ જોવા મળ્યા હતાં. જો આવા ગટરગંગાના વહેતા પાણીથી લોકોનું જાહેર આરોગ્ય પણ જોખમાય છે અને આ બાબત નાનું બાળક પણ જાણે છે તેવી વેળાએ આ સંદર્ભે આ પ્રશ્નોનો યોગ્ય ઉકેલ આવનારા દિવસોમાં નહીં આવે તો ભરતભાઈ નાકરાણી દ્વારા આમરણ ઉપવાસ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આમ હવે આમ આદમી પાર્ટી એ સમસ્યાગ્રસ્ત લોકોનો અવાજ બનતી હોય તેવું લાગે છે.


















Recent Comments