આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી જિલ્લામાં જિલ્લા પ્રમુખ તરીકે ફરી વખત નિકુંજભાઈ સાવલિયાની વરણી
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રભારી અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી ડૉ. સંદીપ પાઠક તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવી અને પ્રદેશ સંગઠન દ્વારા આગામી લોકસભાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાતના દરેક જિલ્લામાં આજરોજ જ્યારે જિલ્લા પ્રમુખોની નવી નિમણૂક અપાય છે ત્યારે અમરેલી જિલ્લામાં સતત કાર્યશીલ અને હોનહાર નવયુવાન પૂર્વ જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયાને ફરી વખત આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે જાહેર કરતા અમરેલી જિલ્લાના તમામ હોદ્દેદારો કાર્યકરો મા ખુશીની લહેર વ્યાપી ગઈ હતી..
આ તકે આજરોજ નવનિયુક્ત અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે પાર્ટી એ મારા ઉપર ફરીવાર વિશ્વાસ મૂકી અને મને જે આ જવાબદારી સોંપી છે એ બદલ પ્રદેશ નેતાઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મને આપેલ આ જવાબદારી હું પુરા ખંત થી નિભાવીશ અને આગામી લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નો ભવ્ય વિજય થાય એના માટે સતત પ્રયત્નશીલ રહીશ.
Recent Comments