fbpx
બોલિવૂડ

આરઆરઆર ફિલ્મની બ્રિટિશ અભિનેત્રી ઓલિવિયાએ રાજામૌલીનો આભાર માન્યો

બ્રિટિશ અભિનેત્રી ઓલિવિયાએ એસએસ રાજામૌલીની ફિલ્મ આર.આર.આરમાં જેનિફર (જેની), જુનિયર એન.ટી.આર ની ઓન-સ્ક્રીન લેડી લવની ભૂમિકા ભજવી હતી.‘બાહુબલી’ના નિર્માતા એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ આર.આર.આર બોક્સ ઓફિસ પર કલેક્શનનો વરસાદ કરી રહી છે. પાંચમા દિવસે રામ ચરણ અને જુનિયર એન.ટી.આર સ્ટારર ‘આર.આર.આર’નું વિશ્વવ્યાપી કલેક્શન ૬૦૦ કરોડ સુધી પહોંચી ગયું છે. ઓલિવિયા મોરિસે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે આર.આર.આર નિર્માતાઓ અને તેના પર વિશ્વાસ કરવા બદલ તેના સહ કલાકારો જુનિયર એન.ટી.આર અને રામ ચરણનો આભાર માન્યો હતો.

તેણે લખ્યું,’આખરે દિવસ આવી ગયો !! હું દિલથી તમામ ચાહકોનો આભાર માનું છું કે તેઓ અમારા ફિલ્મને તેમના અતૂટ પ્રેમ અને સમર્થન સાથે સ્વીકાર કર્યો છે. મને ભારતીય સિનેમાના સૌથી મોટા એક્શન ડ્રામાનો હિસ્સો બનાવવા બદલ હું જ્રજજટ્ઠિદ્ઘટ્ઠર્દ્બેઙ્મૈનો પણ આભાર માનું છું. મને ઘરની અનુભૂતિ કરાવવા અને મારું શ્રેષ્ઠ આપવા માટે પ્રેરણા આપવા બદલ જ્રટ્ઠઙ્મુટ્ઠઅજટ્ઠિદ્બષ્ઠરટ્ઠટ્ઠિહ અને જ્રદ્ઘહિંિ તમારો આભાર! હું તમારા બધા માટે તમારી નજીકના થિયેટરમાં જ્રિર્િદ્બિદૃૈી જાેવા અને ભારતીય સિનેમાના જાદુને અનુભવવા માટે ઉત્સાહિત છું! આભાર. દિગ્દર્શક એસએસ રાજામૌલીની તાજેતરની રીલીઝ ફિલ્મ આર.આર.આર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવાનું એક મુખ્ય કારણ તેની ઓન-પોઈન્ટ કાસ્ટિંગ છે,

જેમાં વિવિધ બ્રિટિશ પાત્રો ભજવતા બિન-ભારતીય કલાકારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રશંસકો પહેલેથી જ ઓલિવિયા વિશે વધુ જાણવા માટે ઉત્સુક છે જેઓ તેની સ્ક્રીનની હાજરીથી બધાનુ ધ્યાન ખેંચે છે. ઓલિવિયા મોરિસ એક બ્રિટિશ એક્ટ્રેસ છે, જે મૂળ કિંગ્સટન અપોન થેમ્સની છે. તેણે ૨૦૧૮ માં રોયલ વેલ્શ કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ડ્રામામાંથી અભિનયમાં સ્નાતક પૂર્ણ કર્યું હતું અને ૨૦૧૪ માં નેશનલ યુથ થિયેટર ખાતે ટ્રેનિંગ લીધી હતી. હાલ એકટ્રેસ ઓલિવિયા મોરિસ મૉડલ થિયેટરમાં ખૂબ સક્રિય છે અને તેણે મેકબેથના અનુકૂલન જેવા નાટકોમાં અભિનય પણ કર્યો છે.

Follow Me:

Related Posts