અમરેલી

આરોગ્ય વિભાગ દ્વારા તરવડા ગુરુકુળ ખાતે ૮૫ જેટલા સંતો અને શિક્ષકોને વેક્સીન અપાઈ

આરોગ્ય વિભાગ દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની શાખા તરવડા ગુરુકુળ ખાતે આજે સંતો તથા કર્મચારીઓને વેક્સીન આપવામાં આવી હતી. સંચાલકશ્રી પુરાણી શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી તથા શાસ્ત્રીજી રામકૃષ્ણ દાસજી સ્વામી વગેરે સંતો તેમજ ગુરુકુળ શાળા પરિસરમાં સેવારત આશરે ૮૫ જેટલા શિક્ષકો તથા કર્મચારીઓને કોરોના પ્રતિરોધક વેક્સીન આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગના ગીરીશભાઈ ભગતે જણાવ્યું હતું કે સંતો વેક્સિન લઇ સમગ્ર સમાજને નિર્ભયપણે વેક્સીન લેવા પ્રેરણા આપી રહ્યા છે. વેક્સિનેશનની ઝુંબેશમાં વધુમાં વધુ ભાગ લેવા જાહેર જનતાને અનુરોધ કર્યો હતો.

Related Posts