આલિયા ભટ્ટ રામ ચરણ સાથે વધુ એક ફિલ્મમાં રોમાન્સ કરશે
આલિયા ભટ્ટ અને રામ ચરણ એસએસ રાજમૌલીની ફિલ્મ આરઆરઆરમાં જાેવા મળવાની છે. હવે એક માહિતી અનુસાર આલિયા અને રામ ચરણની જાેડી ફરી વખત રોમાન્સ કરતી દિગ્દર્શક શંકરની ફિલ્મમાં જાેવા મળશે. કહેવાય છે કે, દિગ્દર્શક શંકર આ ફિલ્મમાં રામચરણ સાથે આલિયાને જ લેવા ઇચ્છે છે. જાે આલિયા આ ફિલ્મમાં કામ કરવાની તૈયારી દર્શવાશે તો તેની આ બીદી સાઉથની ફિલ્મ હશે.
આ એક પોલિટિકલ ડ્રામા ફિલ્મ હોવાની વાત છે. જે રૂપિયા ૩૦૦ કરોડનું મેગા બજેટ ધરાવતી ફિલ્મ હશે. હાલ આ ફિલ્મનું કામચલાઉ શિર્ષક આરસી૧૫ કહેવાય છે. આલિયાની રામ ચરણ સાથેની રાજમૌલીની ફિલ્મ ઓકટોબરમાં રિલીઝ કરવાની યોજના છે. જ્યારે રામચરણ સાથેની બીજી ફિલ્મના નિર્માતા પૈન ઇન્ડિયા ફિલ્મ છે.
Recent Comments