fbpx
ગુજરાત

આવતીકાલે અમદાવાદમાં કોંગ્રેસના સિનિયર નેતાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાશે

આગામી સમયમાં આવી રહેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ ગતિવિધિઓ તેજ કરી દીધી છે. ત્યારે કોંગ્રેસ પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયું છે. ત્યારે કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિખવાદને જુથવાદને શાંત કરવા હાઇકમાન્ડ પણ સક્રિય થઇ ગયું છે. ત્યારે આવતી કાલે આ જ મુદ્દે એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે.

અમદાવાદમાં આવતીકાલે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓની બેઠક મળશે. સહપ્રભારી જીતેન્દ્ર બઘેલે તમામ નેતાઓની બેઠક બોલાવી છે. વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

કોંગ્રેસનો જૂથવાદ ખાળવા પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસના સંગઠનને લઈને બેઠકમાં મહત્વની ચર્ચા થવાની શક્યતા છે. પ્રભારીની નિમણૂંકમાં વિલંબ થતા સહપ્રભારી આવ્યા મેદાનમાં આવ્યા છે.

Follow Me:

Related Posts