એશિયા કપ ૨૦૨૨માં ભારતની જીત પર દેશવાસીઓ ઉજવણી કરી રહ્યા હતા. દરેક જગ્યાએ ખુશીનો માહોલ હતો. ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યું હતું. હાર્દિક પંડ્યા ઘણું જ સારું રમ્યો હતો અને તેને કારણે ટીમ ઇન્ડિયા જીત્યું હતું. ભારતની આ જીતને ઉજવણી પર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યૂસર અસિત મોદીએ અલગ જ મુદ્દો ઉઠાવ્યો હતો અને સો.મીડિયા યુઝર્સે તેમને ટ્રોલ કર્યા હતા. આસિત મોદીએ ટીમ ઇન્ડિયાને સવાલ કર્યો હતો. આસિત મોદીએ પોસ્ટમાં કહ્યું હતું, ‘પાકિસ્તાની ક્રિકેટર મોટાભાગે પોતાની માતૃભાષા હિંદી તથા ઉર્દૂમાં વાત કરતા હોય છે અને આપણા ક્રિકેટર મોટાભાગે અંગ્રેજીમાં બોલે છે, તમે આ અંગે શું વિચારે છે?’ આસિત મોદીનો આ સવાલ સો.મીડિયામાં વાયરલ થયો છે. અનેક યુઝર્સે આસિત મોદીને ટ્રોલ કર્યા હતા તો અનેકે આસિત મોદીની મજાક ઉડાવી હતી. એક યુઝરે કહ્યું હતું, ‘તેમને અંગ્રેજી આવડતું જ નથી.’ અન્ય એકે કમેન્ટ કરી હતી, ‘
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના અપકમિંગ એપિસોડમાં આ જ મુદ્દો રાખો અને તેને બબલ ગમની જેમ ખેંચે રાખજાે.’ અન્ય એક યુઝરે કહ્યું હતું, ‘તે અંગ્રેજીમાં બોલતા નથી, કારણ કે તેમને અંગ્રેજી આવડતું જ નથી. એક યુઝરે કહ્યું હતું કે અંગ્રેજીમાં જવાબ આપવાથી ક્રિકેટ રમતા દેશના ખેલાડીઓ સુધી સંદેશ પહોંચાડી શકાય છે. પાકિસ્તાનના મોટાભાગના ખેલાડીઓને અંગ્રેજી આવડતું નથી. અન્ય એકે કહ્યું હતું કે ભારતે હિંદી પ્રમોટ કરવું જાેઈએ. અન્ય એકે એવી કમેન્ટ કરી હતી કે હાર્દિક પંડ્યા તથા રવીન્દ્ર જાડેજા લોકલ ભાષા ગુજરાતીમાં વાત કરતા હતા. ઘણાં યુઝરે અસિત મોદીને સલાહ આપતા કહ્યું હતું કે પહેલા તમારો શો સંભાળો અને પછી બીજા વિશે બોલો. અન્ય એક યુઝરે દયાબેનને વચ્ચે લાવતા કમેન્ટ કરી હતી કે તમે દયાભાભીને પરત લાવવા અંગે ફોકસ કરો.
મોટાભાગના યુઝર્સે એમ જ કહ્યું હતું કે પાકિસ્તાની કિક્રેટર્સને અંગ્રેજી આવડતું નથી અને તેથી જ તેઓ પોતાના માતૃભાષામાં વાત કરે છે. આસિત મોદીનો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની તો શોને વર્ષોથી લોકોનો પ્રેમ મળી રહ્યો છે. અત્યારે શો શૌલેષ લોઢાના કારણે ચર્ચામાં છે. તેમણે વર્ષો પછી આ શોને અલવિદા કહી દીધું છે. તેમની અને આસિત મોદી વચ્ચે કોલ્ડ વૉર ચાલી રહ્યું છે. તારક મહેતાથી અત્યારે બે લોકો નારાજ છે. એક છે દયાબેન અને તારક મહેતા. આશા છે કે બંને શોમાં જલ્દી જાેવા મળશે અને તેમના કાસ્ટિંગ પર ર્નિણય લેવામાં આવે.
Recent Comments