હાલ ગુજરાત સરકાર લવજેહાદ વિરોધી કાયદો ઘડી રહી છે તેવામાં ખંભાળીયાના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે તેમના વિસ્તારની આહીર યુવતીએ મુસ્લિમ યુવાન સાથે લગ્ન કર્યાં તેનો વિરોધ ન થવો જાેઇએ તેવું નિવેદન આપ્યું હતું. પંચાયતની ચૂંટણીના પ્રચારમાં ભાણવડના ઢેબર ગામે ગયેલા માડમે ત્યાંના મુસ્લિમ મતદાતાઓ સામે આ પ્રવચન કર્યું તેનો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં માડમે કહ્યું કે તે યુવતીએ રાજીખુશીથી લગ્ન કર્યાં હતાં, પરાણે કર્યાં હોય તો વિરોધની વાત આવે.
કરીના કપૂરે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યાં તો વિરોધ ન થયો કારણ કે પૈસાદાર લોકોનો વિરોધ થતો નથી. પણ ગરીબ આવાં લગ્ન કરે તો વિરોધ થાય છે. આ વીડિયો બાદ લોકોએ માડમને ફોન કરીને આહીર સમાજનું દિલ દુભાયું હોઇ માફી માંગવા જણાવ્યું, ત્યારે માડમે માફી તો હું મારા બાપની ય ન માંગુ તેમ કહ્યું. પણ જ્યારે આ વિરોધ વકર્યો ત્યારે માડમે સોશિયલ મીડિયા પર માફી માંગ હતી.
Recent Comments