આ તારીખે છે વર્ષ 2022નું પહેલું સૂર્ય ગ્રહણ, જલદી નોંધી લો તારીખ અને સમય
વર્ષ 2022માં બે સૂર્યગ્રહણ જોવા મળશે. પહેલું સૂર્યગ્રહણ 30 એપ્રિલ 2022ના રોજ જોવા મળશે જ્યારે બીજુ સૂર્યગ્રહણ 25 ઓક્ટોબર 2022ના રોજ દેખાશે. વર્ષના પહેલા સૂર્યગ્રહણને આંશિક માનવામાં આવે છે જે દક્ષિણ અમેરિકાના દક્ષિણ-પ્રશ્વમી ભાગ, પ્રશાંત મહાસાગર, એન્ટાર્ટિકા અને એટલાન્ટિકમાં જોવા મળશે. આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહિં. આ માટે ભારતમાં આ સૂર્યગ્રહણનો ધાર્મિક પ્રભાવ અને સૂતક માન્ય રહેશે નહિં.
પહેલા સૂર્યગ્રહણની તારીખ અને સમય
વર્ષ 2022નું પહેલુ સૂર્યગ્રહણ 30 એપ્રિલ 2022ના રાત્રે 00:15:19 થી 04:07:56 સુધી રહેશે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહિં. આ માટે ભારતમાં આ ગ્રહણનો કોઇ ધાર્મિક પ્રભાવ તેમજ સૂતક રહેશે નહિં.
બીજા સૂર્યગ્રહણની તારીખ અને સમય
વર્ષ 2022નું બીજુ સૂર્યગ્રહણ 25 ઓક્ટોબર મંગળવારના રોજ સાંજે 16:29:10 થી શરૂ થઇને 17:42:01 પર સમાપ્ત થશે. આ ગ્રહણ યુરોપ, આફ્રિકા મહાદ્રીપના ઉત્તરપૂર્વી ભાગ, એશિયાના દક્ષિણ-પ્રશ્વમી ભાગ અને એટલાન્ટિકામાં જોવા મળશે. આ સૂર્ય ગ્રહણ ભારતમાં કેટલીક જગ્યાઓ પર જોવા મળશે. આ માટે ભારતમાં આ સૂર્યગ્રહણનો ધાર્મિક પ્રભાવ અને સૂતક રહેશે.
ચંદ્રગ્રહણની તારીખ અને સમય
વર્ષનું પહેલુ પૂર્ણ ચંદ્ર ગ્રહણ 16મે 2022ના રોજ જોવા મળશે. ગ્રહણના સમયની વાત કરીએ તો ભારતીય સમય અનુસાર આ સોમવારના રોજ સવારે 08:59 થી 10:23 વાગ્યા સુધી રહેશે. વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ દક્ષિણ-પ્રશ્વમી એશિયા, આફ્રિકા, ઉત્તરી અમેરિકાના મોટાભાગના હિસ્સામાં જોવા મળશે. જો કે ભારતમાં આ ચંદ્રગ્રહણની દ્રશ્યતા શૂન્ય રહેશે. આ માટે આનું સૂતક કાળ પ્રભાવી નહિં હોય.
ઉલ્લેખનીય છે કે, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની અસર ભારતમાં જોવા મળે તો અનેક ધાર્મિક તેમજ સૂતક જેવા નિયમો પાળવા પડે છે અને લોકો તેને અનુસરે પણ છે. આ સમયે મંદિરોના સમયમાં પણ અનેક ફેરફારો થતા હોય છે. ઘણા લોકોના ઘરમાં ગ્રહણને કડક રીતે પાળવામાં આવે છે અને પછી આખા ઘરની સાફ સફાઇ કરવામાં આવતી હોય છે
Recent Comments