અમરેલી

આ દિવાળીનાં પર્વ અને નૂતન વર્ષના પ્રારંભે ચાલો પોસ્ટલ ડિપાર્ટમેન્ટનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવાનું પ્રણ લઈએ

આજે સાવરકુંડલા શહેરની લટાર મારતાં મારતાં અચાનક દ્રષ્ટિ એક પોસ્ટ બોક્સ પર પડતાં એ વિસરાયેલી વિરાસત પુનઃ જાગૃત થઈ.હ..!!જી. સાવરકુંડલા શહેરના  પોસ્ટ વિભાગનાં ટપાલ વિતરણ અને ટપાલ કલેકશનની એક અનોખી સિસ્ટમ હવે જાણે માંદગીને બિછાને પડી હોય તેવું લાગે છે.!!    હા, દુનિયામાં સૌથી ભરોસાપાત્ર કોઈ વ્યવસ્થા હોય તો તે ડાક વિભાગ અર્થાત્ પોસ્ટ વિભાગ.. ઠંડી હોય, ધોમ ધખતો તડકો હોય કે ભારે વરસાદ કોઈ પણ પરિસ્થિતિમાં દૂરદરાજ અંતરિયાળ વિસ્તારમાં પણ પોસ્ટ વિભાગ અર્થાત્ ટપાલી પત્રો લઈ જવાં કે પહોંચાડવાનું ખૂબ જ કઠીન કાર્ય ખૂબ જ પ્રામાણિકતાથી કરતાં જોવા મળે છે. આમ તો હવે ટપાલોનું ચલણ ડીઝીટલ ટેકનોલોજીએ લઈ લીધેલું જોવા મળી છે. આ સંદર્ભે સાવરકુંડલા શહેર ખાતે આવેલી હેડ પોસ્ટ ઓફિસનાં પોસ્ટ માસ્તર ભરતભાઈનો સંપર્ક કરતાં તેણે જણાવ્યું હતું લગભગ એકાદ લાખની વસ્તીમાં સાવરકુંડલા શહેરમાં કુલ ૧૩ ટપાલ પેટીઓ જોવા મળે છે. જોકે આ ટપાલ પેટીઓને પણ રંગરોગાન કરવામાં આવે છે. વળી તૂટી ફૂટી હોય તો તેનું સમારકામ પણ કરવું પડે. અને જ્યારે ટપાલપેટી પત્રોનું કલેક્શન કરવા માટે ખોલવામાં આવે ત્યારે ટપાલ અર્થાત્ પત્રો ઓછાં અને ક્યાંક તો આ પોસ્ટ બોક્સ માંથી બિનજરૂરી પત્થરો પણ નીકતાં હોય છે. આમ ટપાલ પેટીનો એ ભવ્ય ભૂતકાળ હવે ધીમે ધીમે લુપ્ત થતો જાય છે. લોકોએ જેવી રીતે લોકલ ફોર વોકલના વિચારને અપનાવી લીધો છે. *બસ તેવી રીતે ચાલો ફરી આપણી પત્રવ્યવહારનાં માધ્યમોમાં પોસ્ટ વિભાગને અગ્રતા આપીને પોસ્ટનો એ વૈભવ પુનઃ સ્થાપિત કરીએ. ધૂમકેતુની પોસ્ટ ઓફિસ, પોસ્ટ માસ્તર, ટપાલી અને મરિયમ અને અલી ડોસાનાં એ યુગને પુનઃ ગુંજતો કરીએ. આ નવલાં નૂતન વર્ષના પ્રારંભે આપણે પોસ્ટલ ડિપાર્ટમેન્ટનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવાનું પ્રણ લઈએ

Related Posts