આ નેતાઓ પર મલ્લિકાર્જુન ખડગેને ધમકાવવાનો લાગ્યો આરોપ!… પોલીસે નોંધી હ્લૈંઇ
ભાજપના નેતાઓ દ્રારા કથિત રીતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કર્યાના થોડા દિવસો બાદ, રાજસ્થાન કોંગ્રેસના એક નેતાએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મણિકાંત રાઠોડ અને રાજસ્થાનમાં ભાજપના વર્તમાન ધારાસભ્ય મદન દિલાવર વિરુદ્ધ જયપુર પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે. સંજય સર્કલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. રાજસ્થાન પોલીસના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના રાજ્ય સચિવ રામ સિંહ કાસવાને કર્ણાટકના ચિત્તપુરથી ભાજપના ઉમેદવાર મણિકાંત રાઠોડ અને રાજસ્થાનના રામગંજ મંડી મતવિસ્તારના ધારાસભ્ય મદન દિલાવર અને અન્ય વિરુદ્ધ ૈંઁઝ્ર કલમ ૩૦૨ (હત્યા), ૫૦૬ (ગુનાહિત ધમકી) દાખલ કરી છે. અને અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ અધિનિયમની કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (કોતવાલી) નરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, “કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા દ્વારા ભાજપના બે નેતાઓ અને અન્યો વિરુદ્ધ હ્લૈંઇ દાખલ કરવામાં આવી છે. આરોપીઓમાંથી એક મદન દિલાવર વર્તમાન ધારાસભ્ય છે અને આ મામલાની તપાસ ઝ્રૈંડ્ઢ-સીબી દ્વારા કરવામાં આવશે.” કુમાર આ કેસના તપાસ અધિકારી પણ છે. કાસવાન દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર મુજબ, બંને આરોપીઓએ ભયનું વાતાવરણ બનાવવા અને દુશ્મનાવટ અને જાતિ હિંસા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે ગુનો કરવો જરૂરી નથી, કાવતરું પણ પૂરતું છે. તાજેતરમાં, કર્ણાટકના ચિત્તપુર મતવિસ્તારના ભાજપના ઉમેદવાર મણિકાંત રાઠોડનું એક કથિત ઓડિયો રેકોર્ડિંગ સામે આવ્યું છે, જેમાં તેમને કથિત રીતે કન્નડમાં એમ કહેતા સાંભળી શકાય છે કે તે ‘ખડગે, તેની પત્ની અને બાળકોનો સફાયો કરી દેશે.’ તો બીજી તરફ ધારાસભ્ય મદન દિલાવરે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને કથિત રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઝેરી સાપ’ ગણાવતા પ્રતિક્રિયા આપી હતી. દિલાવરે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ૮૦ વર્ષના થઈ ગયા છે. ભગવાન તેને ગમે ત્યારે ઉપાડી શકે છે, પરંતુ તે ભગવાનને પ્રાર્થના કરશે કે તેને ઓછામાં ઓછા ૨૦૦ વર્ષ સુધી ઉપાડવામાં ન આવે.”
Recent Comments