fbpx
બોલિવૂડ

આ બીમારીના કારણે શૂટિંગના સેટ પર બાથરુમમાં બેભાન થઈ હતી એક્ટ્રેસ શ્રીદેવી..!!

બોલિવૂડની ‘મિસ હવા હવાઈ’ એટલે કે, શ્રીદેવી લાખો દિલોની મલ્લિકા હતી. બોલિવૂડમાં તેને ‘લેડી બચ્ચન’ અને ‘ફીમેલ સુપરસ્ટાર’ જેવા ઉપનામ પણ મળ્યા હતાં, જેનું કારણ હતું તેની લોકપ્રિયતા અને સતત આવતી હિટ ફિલ્મો. શ્રીદેવી એકલોતી એવી એક્ટ્રેસ હતી, જેને સુપરસ્ટારનું સ્થાન મળ્યુ હતું. પોપ્યુલારિટીમાં પણ તેણી કોઈ સ્ટાર્સથી ઓછી નહતી. દક્ષિણ ભારતીય ફિલ્મો, બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી તેણીએ પોતાની એક્ટિંગનો જાદૂ ફેલાયો છે. શ્રીદેવીની જીંદગી વિશે તો ઘણું બધું કહેવાય છે અને સાંભળવા મળે છે. એવામાં તેની સાથે જાેડાયેલી એક વાત છે, જે વાતથી એક સમયે તેના ફેન્સ ખૂબ જ પરેશાન થઈ ગયા હતાં. હકીકતમાં, શ્રીદેવી ક્યારેક સેટ પર બેભાન થઈ જતી હતી. જેની પાછળનું કારણ એક્ટ્રેસની બીમારી બતી, જેનાથી તે વર્ષોથી પીડાતી હતી. સત્યનાર્થ નાયકે પોતાની પુસ્તકમાં શ્રીદેવીની આ બીમારીનો ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તક અનુસાર પંકજ પારાશર (ફિલ્મ ‘ચાલબાજ’ના ડિરેક્ટર) અને નાગાર્જૂનનું કહેવું હતું કે શ્રીદેવીને બ્લડ પ્રેશરની સમસ્યા હતી, જેના કારણે તેણી ઘણી પરેશાન પણ હતી.

બ્લડ પ્રેશરની સમસ્યાને કારણે તેણી હંમેશા ફિલ્મોમાં કામ કરતા દરમિયાન બાથરુમમાં બેભાન થઈ જતી હતી. શ્રીદેવીની મૃત્યુ પણ બાથટબમાં થયુ હતું, ૨૦૧૨માં આ રીતે જ એક સુપરસ્ટારનું મોત થયું હતું. ફેમસ અમેરિકી સિંગર વિટ્‌ની હ્યૂસ્ટનનું ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૨માં નિધન થયું હતું, આ દરમિયાન તે ૪૮ વર્ષની હતી. ઊેીીહ ર્ંક ૐીટ્ઠિંજ માં શ્રીદેવી વિશે લખવામાં આવ્યું છે કે, તમિલ ઓડિયન્સ વચ્ચે શ્રીદેવી નેચરલ લુક પસંદ કરવામાં આવતો હતો અને હિન્દી ઓડિયન્સને તેનો ગ્લેમરસ લુક પસંદ હતો. ૧૯૮૩ થી ૧૯૯૩ સુધીના સમયમાં શ્રીદેવીના કરિયરનો સ્વર્ણિમ કાળ કહેવામાં આવે છે, કારણકે આ દરમિયાન તેની એકથી એક ફિલ્મો રિલીઝ થઈ. જેનાથી તેના સ્ટારડમમાં ઉન્નતી થઈ હતી. શ્રીદેવીએ પોતાના કરિયરમાં ચાંદની, સદમા, હિમ્મતવાલા, લાડલા, ચાલબાજ અને મિસ્ટર ઈન્ડિયા જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યુ છે.

Follow Me:

Related Posts