ઇદે મિલાદુન નબી ના મુબારક મોકા પર મોટા કસ્બાવાડ યંગ ગ્રુપ દ્વારા સન્માન સમારોહ યોજાયો
કબીર ચોક ખાતે અમરેલી શહેર ના પીરે મુરસીદો તથા સાદતે કિરામ તેમજ ઓલમાએ કિરામ નું ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરી આ દિવસ ની ખુશી મનાવી હતી જેમાં પીરે તરિક્ત સૈયદ સરકાર દાદાબાપુ ચીસ્તી નું સન્માન અમરેલી સિપાઈ જમાત પ્રમુખ હાજી એહમદભાઈ કુરેશી દ્વારા કરવામાં આવ્યું વયોવૃદ્ધ હોવા છતાં સમાજ માટે પાંચ દાયકા થી વધુ સમય થી પોતે સમાજ માં જે પ્રકારે અનન્ય સેવા આપી રહ્યા છે તે બદલ દાદાબાપુ એ પુષ્પ ગુચ્છ આપી સન્માન કરી એમના નિરોગી દીર્ઘાયુ માટે દુઆ કરી હતી. પીરે તરિક્ત સૈયદી સરકાર નિઝામબાપુ ચીસ્તી નું સન્માન હાજી રફીકભાઈ મોગલ દ્વારા કરવામાં આવ્યું પીરે તરિક્ત મહેબૂબરહેમાનબાપુ કાદરી નું સન્માન સૈયદ મહમદબાપુ એદ્રુસી (ટાલબાપુ) દ્વારા કરવામાં આવ્યું હુસેનમિયાબાપુ એસ.ટી વાળા નું સન્માન હાજી હારૂનભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું.
દાદાબાપુ કાદરી (ખડપીઠ) નું સન્માન હૈદરબાઈ કાબા દ્વારા કરવામાં આવ્યું મુઝફરહુસેનબાપુ વકીલ નું સન્માન કરીમબાપુ દ્વારા કરવામાં આવ્યું સબીરબાપુ બુખારી નું સન્માન ફારૂકભાઈ મુસાણી વકીલ દ્વારા કરવામાં આવ્યું ફારૂકબાપુ કાદરી તેમનું સન્માન હાજીસલીમભાઈ કુરેશી દ્વારા કરવાં આવ્યું મુન્નાબાપુ ચીસ્તી તેમનું સન્માન ઉમરભાઈ આરબ દ્વારા કરવામાં આવ્યું જાવીદબાપુ કાદરી નું સન્માન સમીર કુરેશી દ્વારા કરવામાં આવ્યું ખલીલરહેમાન કાદરી (જીંગાબાપુ) નું સન્માન મોટા કસ્બાવાડ યંગ ગ્રુપ ના સભ્ય દ્વારા કરવામાં આવ્યું નિઝમબાપુ બુખારી નું સન્માન શકિલબાપુ કાદરી દ્વારા કરવામાં આવ્યું.
આ સન્માન સમારોહ ને સફળ બનાવી તમામ સમાજ ના મુરબ્બી ઓ ને સન્માનિત કરવા ની જહેમત કસ્બાવાડ યંગ ગ્રુપ ના સભ્યો દ્વારા કરવામાં આવી હતી કસ્બાવાડ યંગ ગ્રુપ દ્વારા ધાર્મિક તહેવાર નિમિતે અલગ અલગ પ્રકારે જે શુશોભન કરવામાં આવે છે તે બદલ તમામ સમાજ શ્રેષ્ઠી ઓ એ તમામ સભ્યો ને શબ્દો થિ સન્માનિત કરી અને આવતા સમય માં પણ આવા સુંદર આયોજન સફળતા પૂર્વક કરતા રહે તેવી શુભકામના પાઠવી હતી તેમ સમીર કુરેશી ની યાદી માં જણાવેલ છે.
Recent Comments