ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણી સાબરકાંઠા જિલ્લામાં દવા ખાતર ની ઓર્ગેનિક બનાવવા ને લઇને ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો
એક તરફ રાસાયણિક ખેતીથી ઓર્ગેનિક ખેતી તરફ જવાનો રાહ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર બતાવી રહી છે જોકે બીજી તરફ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠાના હિમતનગર ખાતે નેનો ટેકનોલોજી અંતર્ગત પ્રવાહી યુરિયા અંગેનો પરિસંવાદ યોજાયો હતો જેમાં ઇફ્કો ના ચેરમેને આગામી સમયમાં હજુ ખેતી માં ઘણા મોટા બદલાવ ની વાત કરી હતી.છેલ્લા કેટલાક સમયથી સમગ્ર વિશ્વ સહિત ભારત અને ગુજરાતમાં ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતોને લઈ જવા માટે વિશેષ પ્રયાસ કરાઇ રહ્યો છે સાથોસાથ કેન્દ્રીય બજેટમાં પણ નેચરલ ખેતી માટે વિવિધ સહાયની જાહેરાત કરાઈ રહી છે જોકે હાલના તબક્કે કોઈપણ પ્રકારની ખેતી માટે રાસાયણિક ખાતરો જરૂરી બન્યા છે જોકે રાસાયણિક ખાતરોના પગલે જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે ત્યારે ગુજરાતી યુવાને સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ વખત નેનો ટેકનોલોજી થકી ઇફ્કો થકી નવી ક્ષિતિજ મળી છે જેના પગલે દુનિયા નું સૌથી પહેલું સંશોધન પ્રવાહી અંતર્ગત કરાયું છે જેમાં ૧૧ હજાર પ્રયોગો કરી વિવિધ 6 સીઝન માં 94 પાક ઉપર પ્રવાહી યુરિયા ખાતર આપ્યા બાદ તેના પરિણામો સકારાત્મક મળી આવતા હવે સામાન્ય વજન થકી પ્રવાહી યુરિયા ખાતરનો ઉપયોગ સફળતા આજે યોજાયેલ પરિસંવાદમાં ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ખેતીમાં ખૂબ મોટા પરિવર્તનો થનારા છે તેમ જ નવી ટેકનોલોજી અંતર્ગત ભારતની સક્ષમ બનાવવા માટે આવા પ્રયાસો મહત્વના બની રહે છે તેમજ ખેડૂતો ને ખાતરની તંગી માટે કોરોના મહામારી જવાબદાર હોવાનું જણાવ્યું હતું. દિલીપભાઈ સંઘાણી ચેરમેન ,ઇફ્કો
Recent Comments