ઇરાકી કોર્ટે મંગળવારે બગદાદમાં સ્વીડનના દૂતાવાસ પર દેખાવકારોના હુમલા અને આગને અટકાવવામાં નિષ્ફળતા બદલ ૧૮ પોલીસ અધિકારીઓને ત્રણ વર્ષ સુધીની જેલની સજા ફટકારી છે, એમ સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું. સ્ટોકહોમ સ્થિત ઇરાકી શરણાર્થીએ સ્ટોકહોમમાં કુરાનનું અપમાન કર્યા પછી શક્તિશાળી શિયા મુસ્લિમ મૌલવી મુકતદા સદરના સમર્થકોએ ૨૦ જુલાઈની રાત્રે બગદાદમાં સ્વીડિશ દૂતાવાસને આગ લગાવી દીધી હતી.
બગદાદમાં આંતરિક સુરક્ષા દળોની અદાલતે મંગળવારે ૧૮ પોલીસ અધિકારીઓને દૂતાવાસ પર હુમલો કરવાની મંજૂરી આપીને તેમની ફરજાે નિભાવવામાં નિષ્ફળ રહેવા બદલ દોષી ઠેરવ્યા છે, એમ એએફપી દ્વારા જાેવામાં આવેલા ચુકાદાની નકલમાં જણાવાયું છે. સુનાવણીમાં હાજરી આપનારા ગૃહ મંત્રાલયના અધિકારી દ્વારા પ્રમાણિત ટેક્સ્ટ અનુસાર આઠ પોલીસકર્મીઓને ત્રણ વર્ષની જેલની સજા આપવામાં આવી છે તેમજ સાતને બે વર્ષ અને ત્રણ મહિનાની અને અન્ય ત્રણને ૧૮ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. ર્નિણય અનુસાર આ કેસમાં સામેલ કેટલાક પોલીસકર્મીઓને ફોર્સમાંથી કાયમી ધોરણે બરતરફ કરવામાં આવ્યા હતા. રાજદ્વારી સંરક્ષણ દળોના સભ્યો સહિત અધિકારીઓ ર્નિણય સામે અપીલ કરી શકે છે.
સ્વીડન અને ડેનમાર્કમાં વારંવાર કુરાન અપમાનને કારણે સ્કેન્ડિનેવિયન દેશો અને મધ્ય પૂર્વના મુસ્લિમ દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. સ્વીડનના રાજદૂતની હકાલપટ્ટીની જાહેરાત કરીને વિરોધ પ્રદર્શનને મંજૂરી આપવા બદલ ઇરાકે સ્ટોકહોમ સામે બદલો લીધો છે, જેમાં કુરાનનું અપમાન કરવામાં આવ્યું હતું. સ્વીડિશ સત્તાવાળાઓએ અભિવ્યક્તિની સ્વતંત્રતાના આધારે પ્રદર્શનોને મંજૂરી આપી હતી. પરંતુ જણાવ્યું હતું કે તેમની પરવાનગી આપવી એ વિરોધમાં લેવામાં આવેલી કાર્યવાહીની કોઈ મંજૂરી સૂચવતું નથી.
Recent Comments