રાષ્ટ્રીય

ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા સીએ અંતિમ પરીક્ષા પરિણામ જાહેર

ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયાએ ફાઈનલ પરિણામ ૨૦૨૨ની સાથે ઉમેદવારોનું મેરિટ લીસ્ટ પણ બહાર પાડ્યું છે. અત્રે જણાવવાનું કે મે સત્ર માટે આઈસીએઆઈ સીએની ફાઈનલ પરીક્ષા ૨૦૨૨નું આયોજન ૧૪મી મેથી ૩૦મી મે ૨૦૨૨ દરમિયાન થયું હતું. સીએ ફાઈનલ પરીક્ષાનું પરિણામ આજે ૧૫મી જુલાઈના રોજ જાહેર કરી દેવાયું છે. ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા એ મે ૨૦૨૨માં થયેલી સીએ અંતિમ પરીક્ષા પરિણામને જાહેર કરી દીધુ છે.

જે ઉમેદવારોએ આ વર્ષે સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની અંતિમ પરીક્ષા ૨૦૨૨ આપી છે તેઓ પોતાના પરિણામની તપાસ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઈન્ડિયાની અધિકૃત વેબસાઈટ ૈષ્ઠટ્ઠૈીટટ્ઠદ્બ.ૈષ્ઠટ્ઠૈ.ર્ખ્તિ પર જઈને ચેક કરી શકે છે. ફાઈનલ પરીણામ ૨૦૨૨ની તપાસ માટે સૌથી પહેલા ઉમેદવાર તેની અધિકૃત વેબસાઈટ પર જાય. ત્યારબાદ પોતાના રોલ નંબર અને રજિસ્ટ્રેશન નંબર કે પછી પીન નંબરની મદદથી લોગ ઈન કરે. આમ કરશો તો તમારું પરિણામ સ્ક્રીન પર આવી જશે. ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયાએ ફાઈનલ પરિણામ ૨૦૨૨ની સાથે ઉમેદવારોનું મેરિટ લીસ્ટ પણ બહાર પાડ્યું છે. અત્રે જણાવવાનું કે મે સત્ર માટે આઈસીએઆઈ સીએની ફાઈનલ પરીક્ષા ૨૦૨૨નું આયોજન ૧૪મી મેથી ૩૦મી મે ૨૦૨૨ દરમિયાન થયું હતું.

Related Posts