ઈફકોનો વિક્રમી નફો ૪૧૦૭ કરોડ, ર૦ ટકા ડિવિડન્ડ વાર્ષિક સાધારણ સભાને સંબોધતા દિલીપ સંઘાણી
સહકારી ક્ષેત્ર એ પ્રજા કલ્યાણનુ કામ કરતી અને આજીવીકાનુ માધ્યમ બની સૌને સાથે રાખીને ચાલતી સંસ્થા છે અને તેથી જ દેશનો કોઈપણ નાગરીક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. ગામડા, ખેતિ, ખેડૂત, શ્રમીકોનો વિકાસ અને દેશની આર્થિક ગતિમા જેના મૂળ છે તેવી સહકારી પ્રવૃત્તિ છેવાડા સુધી વિસ્તરેલી છે. ભારતનુ કૃષિ ઉત્પાદન અને ખેડૂત સમૃદ્ધ બને તેવા સ્વપ્ન સાથે નરેન્દ્રભાઈ મોદી , અમીતભાઈ શાહ કામ કરી રહેલ છે તેવા સમયે ખેતિ અને ખેડૂતની આવક વધારવા, ખાતર ક્ષેત્રે આત્મનિર્ભર તરફ ભારત ગતિથી આગળ વધી રહેલ છે જેની પ્રતિતિ દેશની શ્રેષ્ઠતમ સહકારી સંસ્થા ઈફકોની દિ૬ત્સિહી ખાતે યોજાયેલ વાર્ષિક સાધારણ સભાએ બતાવી છે.
આ સંસ્થાને સને.ર૦રર–ર૦ર૩ નો વિક્રમી નફો ૪૧૦૭ કરોડ સાથે ર૦ ટકા ડિવિડન્ડની ફાળવણી જાહેર કરી છે. પ–કરોડ સભ્ય બળ, ૩૬૦૦૦ મંડળીઓ સાથે દેશમા પથરાયેલ સૌથી વિશાળ સહકારી સંસ્થાની વાર્ષિક સભાને ચેરમેન દિલીપ સંઘાણી એ સંબોધન વેળા
જણાવેલ. વિદેશી ખાતર ઉપર નભવાને બદલે નેનો યુરિયાની ૬ કરોડ બોટલોનું માત્ર એક વર્ષમાં વેંચાણ કરીને આત્માંનીર્ભારતા તરફ દેશના પ્રદર્પનાને હર્ષથી વધાવી લેવામા આવેલ, દેશના ખેડૂતોનો પણ નેનો યુરિયાને સારો પ્રતિસાદ પ્રાપ્ત થયાનું દિલીપ સંઘાણીએ જણાવ્યુ હતું
Recent Comments