ઉત્તરાખંડના ઋષિકેશમાં બ્રહ્મપુરી રાફિં્ટગ પોઈન્ટ પર ગાઈડ અને પ્રવાસીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. કેટલાક લોકો કહે છે કે પૈસા અથવા સુરક્ષા નિયમો વિશે દલીલ થઈ હશે અને થોડી જ વારમાં દલીલ મારામરીમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આ એક મિનિટ અને પાંચ સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટનામાં રાફિં્ટગ પોઈન્ટ પર ભીડ એકઠી થઈ ગઈ છે. થોડા સમય પછી ખબર પડે છે કે ત્યાં મારપીટ થઈ રહી છે. રાફિં્ટગ ગાઈડ અને પ્રવાસીઓ વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. ત્યારપછી ગાઈડોએ પ્રવાસીઓ પર લાફો માર્યો અને દોડવા લાગ્યા અને માર મારવા લાગ્યા. આ દરમિયાન ઘણા પ્રવાસીઓ ભાગતા જોવા મળ્યા હતા. પરંતુ રાફિં્ટગ ગાઈડ પણ તેમની પાછળ દોડતા જોવા મળે છે. સ્થળ પર મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. રાફિં્ટગ સાઈટ પર એટલો હંગામો થયો કે આ પહેલા ભાગ્યે જ જોવા મળ્યો હતો.
Recent Comments