નેશનલ ફેમિલી હેલ્થના સર્વેના બાળ લગ્નોને લઈને કેટલાક ડેટા સામે આવ્યા છે. જેમાં કેટલાક ચોંકવનારા તારણો બાળ લગ્નોને લઈને સામે આવ્યા છે. ઉત્તર ગુજરાતના સર્વેમાં મળતા આંકડાઓ મુજબ 31 ટકા મહિલાઓમાં બાળલગ્નોનું પ્રમાણ જોવા મળ્યું છે. જેમાં મહિલાઓના લગ્ન સૌથી વધુ 18 વર્ષની પહેલા થઈ જાય છે. ઉત્તર ગુજરાતમાં 31 ટકા યુવતીઓના લગ્ન 18 વર્ષ પહેલા જ થઈ જવાના કિસ્સાઓ વધુ સામે આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં 39 ટકા પુરુષો અને 7 ટકાને તમાકુનું વ્યસન હોવાના તારણો સામે આવ્યા છે.
– મહિલાઓમાં બાળ લગ્નોનું પ્રમાણ જિલ્લા પ્રમાણે જોવા જઈએ તો આ આંકડાઓ આવ્યા સામે
બાળ લગ્નોનું પ્રમાણ મહેસાણામાં 32 ટકા છે
બનાસકાંઠામાં 37 ટકા
પાટણમાં 35 ટકા
મહેસાણામાં 32 ટકા
સાબરકાંઠામાં 27 ટકા
અરવલ્લીમાં 27 ટકા
ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 24 ટકા પુરુષો એવા છે કે, જેમની ઉંમર 21 વર્ષથી નીચેની છે તે છતાં પણ તેમના લગ્ન 21 વર્ષની ઉંમર પહેલા થઈ ગયા છે. ભારત દેશની સ્ત્રીઓ માટે 18 વર્ષ અને પુરુષો માટેની 21 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે


















Recent Comments