ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે ગાંધીનગરની સેક્ટર-૨ સરકારી પ્રાથમિક શાળા ખાતે બાળકોની નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કાર્યક્રમનું થયું આયોજન
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મિશન બ્રેઈન ઇન્ડિયા વેસ્ટ ઝોન ચેપ્ટરના સહકારથી ગાંધીનગરની સરકારી પ્રાથમિક શાળા, સેક્ટર-૨ ખાતે શાળાના બાળકોની નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ સેવાનો ભેખ ધારણ કરીને ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૨૫ વર્ષથી સામાજિક ક્ષેત્રે સતત કાર્ય કરી રહ્યું છે. ત્યારે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી સરકારી પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષણમાં આગળ વધવા વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી પ્રોત્સાહિત કરે છે અને તેમના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીને કાર્ય કરે છે. ઉદગમના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મયુરભાઈ જાેષીએ તેમના સ્વાગત પ્રવચનમાં ઉદગમના સેવાકાર્યોની માહિતી આપતા જણાવ્યું હતું કે ઉદગમ દ્વારા જરૂર જણાય ત્યા નગરની સરકારી પ્રાથમિક શાળાઓના વંચિત બાળકોના ભવિષ્ય નિર્માણ માટે સતત કાર્ય કરવામાં આવે છે. તેના ભાગ રૂપે સેક્ટર-૨ ની સરકારી પ્રાથમિક શાળાના બાળકોની નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કાર્યક્રમનું સુપેરે આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગર પાલિકાના વોર્ડ નં. ૯ ના નગરસેવક રાજુભાઈ પટેલએ હાજરી આપીને ટીમ ઉદગમને પ્રોત્સાહિત કરી હતી અને ભવિષ્યમાં સેવાકાર્યમાં પોતાના પૂરા સહકારની ખાત્રી આપી હતી.
આ નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં શાળાના ૧૭૬ બાળકોની બાળરોગ-નિષ્?ણાંત ડોકટરો દ્વારા સામાન્ય આરોગ્ય ચકાસણી, દાંત, કાન-નાક-ગળાના સર્જન, ચામડીના રોગોના નિષ્?ણાંતો દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. તપાસ બાદ બાળકોના સ્વાસ્થ્યને લગતી જરૂરી પ્રાથમિક માહિતી આપી, મદદ અને જરૂરી ફોલોઅપ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે તેની ખાત્રી પણ આપી હતી. આ કાર્યક્રમના અંતમાં તમામ બાળકોને પૌષ્ટિક દૂધ અને જ્યુસનું વિતરણ કરી બાળકોને ખુશ પણ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. સૌમ્ય જાેશી, ડો. કેનીશા શાહ, બાળરોગ-નિષ્?ણાંત ડો. દક્ષમ, ડૉ. નિહાર ગોસાઈ, ડો. કાજલ દેસાઈ અને મેડિકલના ૨૮ વિદ્યાર્થીઓએ સેવા આપી હતી. સાથોસાથ ઉદગમ ટ્રસ્ટના મનોજભાઈ જાેષી, જયપ્રકાશભાઈ ભટ્ટ, આશાબેન સરવૈયા, હિમાંશુ મકવાણા, શાળા આચાર્ય મીનાક્ષીબેન ઉપાધ્યાય અને શાળા પરિવારે ખુબ જહેમત ઉઠાવી બાળ આરોગ્ય ચકાસણી કાર્યક્રમને સફળતાના શિખર પર ચડાવી દીધો હતો. ઉપરાંત કાર્યક્રમમાં કલ્પનાબેન ત્રિવેદી અને પ્રજ્ઞાબેન પટેલે પણ ખાસ હાજરી આપીને સહકાર આપ્યો હતો.
Recent Comments